અાઈએસ કરતાં પણ મોટો ખતરો સિમીના ભાગેડુ અાતંકવાદીઃ NIA

નવી દિલ્હી: નેશનલ ઇન્વે‌િસ્ટગેશન અેજન્સી અેટલે કે એનઅાઈઅે હાલમાં સિમીના ચાર ભાગેડુ અાતંકવાદીઅોને અાઈઅેસઅાઈઅેસ માટે મોટો ખતરો માને છે. સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ અોફ ઇન્ડિયા (સિમી)ના અા ચાર અાતંકવાદી છેલ્લાં બે વર્ષ કરતાં પણ વધુ સમયથી ફરાર છે અને અા ચારેયે મોબાઈલ ફોનના બદલે ફોન બુથનો ઉપયોગ કરીને તપાસ એજન્સીઅોને હાથતાળી અાપી છે.

એનઅાઈઅે અા ચારેયને પકડવા માટે મોટું અભિયાન ચલાવી રહી છે. ગયા વર્ષે યુપીના ‌િબજનોરમાં થયેલા બ્લાસ્ટની બાબતમાં એનઅાઈઅેઅે ૧૨ નવેમ્બરે અા ચાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સૂત્રોઅે જણાવ્યું કે એનઅાઈઅેની દિલ્હી, મુંબઈ અને ભોપાલ યુનિટના એક ડઝનથી પણ વધુ અધિકારીઅોની ટીમ અા અાતંકવાદીઅોને શોધવાનું કામ કરી રહી છે. એક ટોચના સુરક્ષા અધિકારીઅે જણાવ્યું કે અા અાતંકવાદી હમણાં પકડાતાં પકડાતાં બચી ગયા. અાતંકવાદી ટેલિફોન બુથનો ઉપયોગ કરી રહ્યા છે અને ગુડગાંવની અાસપાસ અેક એવા બુથની અમે જાણકારી મેળવી છે. જ્યાં સુધી એનઅાઈઅેની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી, તેઅો ભાગી ચૂક્યા હતા. અા ચારેય વાસ્તવિક ખતરો છે અને ભારતમાં અાઈઅેસઅાઈઅેસની સરખામણીમાં તેમના પર હુમલાની અાશંકા વધુ છે.

એનઅાઈઅેને મળેલી જાણકારી મુજબ અા અાતંકવાદીઅો અાધુનિક હથિયારો સાથે હોય છે અને દક્ષિણપંથી નેતાઅો વિરુદ્ધ બદલાની ભાવના રાખે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં અા અાતંકવાદીઅોઅે રૂરકીમાં બોમ્બ પ્લાન્ટ કરીને ભાજપના ધારાસભ્ય સંગીત સોમ પર હુમલાની કોશિશ કરી હતી. વીઅેચપીના એક કાર્યક્રમ માટે જ્યાં સોમ પહોંચવાના હતા ત્યાં બોમ્બ પ્લાન્ટની કોશિશ કરાઈ હતી. ચારેય અાતંકવાદી શેખ મહેબૂબ, અમજદ, જાકીર હુસેન અને મોહમદ સરીક અોક્ટોબર-૨૦૧૩માં મધ્ય પ્રદેશની એક જેલથી મોહંમદ અહેઝાદુદ્દીન અને મોહંમદ અસલમ સાથે ભાગી ગયા હતા. અહેઝાદુદ્દીન અને અસલમ અા વર્ષની શરૂઅાતમાં તેલંગણા પોલીસ સાથે થયેલી અથડામણમાં માર્યા ગયા છે.

એનઅાઈઅે પાસે ૧૨ મિનિટનો સીસી ટીવી વીડિયો પણ છે. અા વીડિયોમાં દર્શાવાયું છે કે ગયા વર્ષે બિજનોરમાં એક ભાડાના મકાનમાં રહેતી વખતે થયેલા બ્લાસ્ટ બાદ અા છ લોકો ડોક્ટર પાસે દોડી ગયા હતા. અેપ્રિલમાં અા તમામ છ અાતંકવાદીઅો વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ એનઅાઈઅે છેલ્લા ગયા અઠવાડિયે ત્રણ વધુ લોકો રહીશ અહમદ, તેમના પુત્ર અબ્દુલ્લા અને હુસના નામની મહિલા વિરુદ્ધ બે કેસ દાખલ કર્યા છે. અા લોકો પર ‌િબજનોરમાં છ લોકોની મદદનો અાક્ષેપ છે. જ્યારે યુપી પોલીસે અા લોકોની ધરપકડ કરી તો તેમની પાસેથી ડેટ નેટર અને રોકડ જપ્ત કરાઈ હતી.

એનઅાઈઅે હવે અા લોકોને કસ્ટડીમાં લેશે. એનઅાઈઅેની નવી એફઅાઈઅારમાં કહેવાયું છે કે અા લોકો દેશના અલગ અલગ ભાગમાં અાતંકી હુમલો કરીને ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાની મોટી સાજિશમાં સામેલ હતા.

You might also like