કાશ્મીરી નાગરિકોનાં ખાતામાં આવે છે આતંકવાદીઓની મદદ

નવી દિલ્હી : કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે સરહદ પારથી કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. એવા સમયે રાષ્ટ્રીય તપાસ એઝન્સી જમ્મુમાં આતંકવાદીઓને મળનારા ફંડિંગનાં રસ્તાઓ શોધી રહી છે. એનઆઇએને અંદેશો છે કે આતંકવાદીઓ સુધી ફંડ પહોંચાડવા માટે સામાન્ય લોકોનાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અધિકારીક સુત્રોનાં અનુસાર આ પૈસાનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવે છે. કાશ્મીરનાં લોકોનાં એકાઉન્ટનાં માધ્યમથી પૈસા મોકલવામાં આવે છે. તેનો એક હિસ્સો એકાઉન્ટ ધારકને કમિશન તરીકે અપાય છે. ઉપરાંત સ્થાનિક યુવકોને ખાડીનાંદેશોમાં નોકરી અપાવવાની પણ લાલચ આપવામાં આવે છે.

પૈસા આવ્યાનાં 24 કલાકની અંદર રૂપિયા ઉપાડીલેવાય છે. ઉપરાંત એક એક લાખ રૂપિયાની રકમ મોકલાય છે. જેથી કોઇને શંકા પણ ન થાય. બેંક અને અન્ય કોઇ પણ માથાકુટથી બચવા માટે ખુબ જ નાની નાની રકમ જ મોકલવામાં આવે છે. એક ખાતામાં પૈસા આવ્યા બાદ તે ખાતોનો ઉપયોગ 3-4 મહિના સુધી નથી કરવામાં આવતો. આ રીતે સમગ્ર નેટવર્ક બિછાવી દેવાયું છે. જેમાં સમયાંતરે નાની નાની રકમ આવતી રહે છે. ખાતા ધારકપોતાનું કમિશન કાપીને બાકી રકમ જે તે વ્યક્તિને સોંપી દે છે.

You might also like