પઠાણકોટ એરબેઝમાં કોઈ જાણભેદુઅે જ આતંકીઓને ઘુસાડ્યા હોવાનો પર્દાફાશ

નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટીગેશન અેજન્સીને (અેનઆઈઅે) પઠાણકોટ હુમલામાં કોઈ અંદરના શખ્સનો હાથ હોવાના મહત્વની કડી મળી છે. અત્યારસુધીની તપાસમાં અેવું બહાર આવ્યુ છે કે અેરબેઝની દસ ફૂટ ઊંચી બાઉન્ડ્રી વોલ પર લાગેલા તાર અંદરથી કપાયેલા હતા. જ્યાં તાર કાપવામા આવ્યા હતા. ત્યાંની લાઈટ પણ કામ કરતી ન હતી. અેરબેઝ પર કાપેલા તાર જોયા બાદ અે શક હવે પાકો થઈ ગયો છે કે આ કરતૂત કાેઈ ત્રાસવાદીનુ નહિ પરંતુ અંદરના જ કોઈ માણસનું હોવુ જોઈઅે. તારની ફોરેન્સિક તપાસ બાદ આ વાત સંપૂર્ણપણે કન્ફર્મ થઈ જશે. જે શખ્સે આ કૃત્યને અંજામ આપ્યો છે તેને ખબર હોવી જોઈઅે કે ત્યાં અંધારૂ હોય છે. આમ કોઈ અંદરના જ જાણભેદુઅે પઠાણકોટ અેરબેઝમાં આતંકીઓને ઘુસવામાં મદદ કરી હતી.

દરમિયાનમાં સેનાનાં મથકોની જાસૂસી કરવાના આરોપસર પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવેલા અેક યુવકની પોલીસે ગઈ કાલે ધરપકડ કરી છે. ઈર્શાદ અહેમદ નામનો આ યુવક જમ્મુ-કાશ્મીરના પુંચનો રહીશ છે. તેનો આકા પુંચના સુરનકોટમાં રહેતો આતંકવાદી સજ્જાદ અહેમદ હતો. અેવું જાણવા મળે છે કે પોલીસે સજ્જાદને પણ તેના અેક સાથી સાથે પકડી લીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર ૨૦ વર્ષીય ઈર્શાદ પઠાણકોટમાં રોડની સાઈડમાં કેબલ નાખવાનું કામ કરી રહ્યો હતો. તે તેના સ્માર્ટ ફોનથી પઠાણકોટના સેના મથક સહિત મુખ્ય સ્થળોની તસવીર ખેંચીને સજ્જાદને મોકલતો હતો. સજ્જાદ આ તસવીરો પાકિસ્તાનની ગુપ્તચર અેજન્સી આઈઅેસઆઈ અને આતંકવાદી સંગઠનોને મોકલતો હતો. ઈર્શાદને રવિવારે મોડી રાતે પોલીસે પૂછપરછ માટે અયકાયતમાં લીધો હતો. પરંતુ પોલીસ આ અંગે કંઈ કહેવાનો ઈનકાર કરી રહી હતી. અેવું જણાવવામાં આવે છે કે પકડાયેલા આ યુવકના મોબાઈલ ફોનમાંથી સેના મથક અને અન્ય મુખ્ય સ્થળોની તસવીરો મળી છે. તેમજ તેની પાસેથી અન્ય સંવેદનશીલ માહિતીવાળા કાગળો પણ મળ્યા છે.

પઠાણકોટ પોલીસે ગઈ કાલે સાંજે તેની ધરપકડ કરી અેફઆઈઆર દાખલ કરી છે. જેમાં જણાવાયું છે કે ઈર્શાદ જ્મ્મુ કાશ્મીરમાં રહેતા સજ્જાદને પઠાણકોટ વિસ્તારની માહિતી સ્માર્ટ ફોન પર વોટ્સ અેપ અને ફેસબુક દ્વારા મોકલતો હતો. અને સજ્જાદ આ તસવીરો પાકિસ્તાનમાં આઈઅેસઆઈ અને આતંકવાદી સંગઠનોને મોકલતો હતો.

You might also like