યુપી : એનઆઇએ ઓફિસરની ગોળી મારી હત્યા

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના ડેપ્યુટી એસપી તનજીલ અહમદ અને તેમની પત્ની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી અહમદનું ઘટના સ્થળે મોત થયું જયારે તેમની પત્ની ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એનઆઇએ આ ઘટનાને ગંભીર ગણાવી છે. આ ઘટનાની તપાસ માટે લખનઉથી ડીઆઇજીના નેતૃત્વ હેઠળ એક ટીમ પહોંચી ગઇ છે. એટીએસના આઇજી અને ડીઆઇજી પર ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ ઘટના સહસપુરની છે. તનજીલ અહમદ તેમની પત્ની સાથે એક લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તાપર બાઇક પર આવેલ બે અજાણ્યા શખસોએ ગોળી મારી હતી. હુમલાખોરોએ ઘણા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અમહમદ છેલ્લા પાંચ વર્ષથી એનઆઇએની ટીમ સાથે જોડાયેલ છે.

You might also like