મોદી સરકાર NIAનાં અધિકાર ક્ષેત્ર અને સત્તાઓ વધારશે

નવી દિલ્હી: એનડીએ સરકાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના (એનઆઈએ) અધિકાર ક્ષેત્ર અને સત્તાને વધારવા માગે છે. એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે એનઆઈએ માનવ તસ્કરી, શસ્ત્રોના સોદાગરો, મહત્ત્વની વેબસાઈટનું હેકિંગ અને કાયદાનું ઉલ્લંઘન જેવા કેસ પણ તપાશે. આ કેસની તપાસ પણ એનઆઈએના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ઈચ્છે છે કે એનઆઈએને ગુનાહિત કેસમાં સંડોવાયેલ વ્યક્તિની સંપત્તિ જપ્ત કરવાના પણ અધિકાર અને સત્તા પ્રાપ્ત થાય. આ સંદર્ભમાં રાજ્યોના પોલીસ વડા પર એનઆઈએની નિર્ભરતાનો અંત લાવવો જોઈએ. હાલ એનઆઈએને રાજ્યના પોલીસ વડાઓ પાસેથી ગુનાહિત વ્યક્તિની સંપત્તિ જપ્ત કરતાં પહેલાં મંજૂરી લેવી પડે છે, કારણ કે બંધારણ અનુસાર કાયદો અને વ્યવસ્થાનો વિષય રાજ્યનાં કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.

૩૧-૧૨-૨૦૦૮ના રોજ એનઆઈએ એક્ટને નોટિફાઈ કરવામાં આવ્યો હતો. આ સમયે એનઆઈએ કેન્દ્રીય આતંકવાદ વિરોધી કાયદા એજન્સી તરીકે કામ કરી રહી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકાર એનઆઈએને વધુ શક્તિશાળી બનાવવા માગે છે અને એનઆઈએને વધુ સત્તા અને અધિકારો આપવા માગે છે.
http://sambhaavnews.com/

You might also like