હૈદરાબાદમાં NIAએ ના દરોડામાં ISISના 5 શંકાસ્પદની ધરપકડ, મોલ-મંદિર પર મોટા હુમલાની હતી તૈયારી

હૈદરાબાદઃ હૈદરાબાદમાં બર્બર આતંકી સંગઠન ISISની લિંકને લઇને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ બુધવારે સવારે જબરદસ્ત દરોડા પાડ્યા હતા. એજન્સીએ આ દરમિયાન 5 યુવકોની ધરપકડ કરી છે, જ્યારે 6 અન્ય લોકોને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવામાં આવી છે. દરેકની ઉંમર 20 વર્ષની નજીક છે.

ગુપ્તચર એજન્સીના આધાર પર બુધવારે સવારે હૈદરાબાદ શહેરની નજીક 9 જગ્યા પર એનઆઇએએ દરોડા પાડ્યા છે. સ્થાનીક પોલીસની સાથે આ સંયુક્ત અભિયાન હજુ પણ ચાલુ છે.

હૈદરાબાદમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દરોડા પાડીને કેટલાક શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરી છે. જેમના IS સાથે તાર જોડાયેલા છે. મળતી માહિતી પ્રમાણે 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. NIAએ લોકલ પોલીસની મદદથી દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન અમુક વિસ્ફોટકો અને હથિયાર પણ પ્રાપ્ત થયા છે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ NIA અને લોકલ પોલીસની ટીમે મંગળવારે મોડી રાત્રે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. સ્પેશિયલ ઈનપુટના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમે હૈદરાબાદના જૂના શહેરોના અમુક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અને 11 લોકોની અટકાયત કરી હતી. જોકે જપ્ત કરવામાં આવેલા વિસ્ફોટ અને હથિયારો વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

આઈબી પ્રમાણે હૈદરાબાદના અમુક શંકાસ્પદ સીરિયામાં ISના હેન્ડલર્સના કોન્ટેક્ટમાં છે. જે અંગે NIAએ પણ સમર્થન આપ્યું છે. એનઆઈએ દ્વારા જ્યારે ઈલેક્ટ્રોનિક સર્વિલન્સ વધારાયું ત્યારે તેમના ઓફિસર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આરોપીઓ મોટાભાગનો સમય સીરિયાના હેન્ડલર્સ સાથે કોન્ટેક્ટમાં હતા. ભારતમાં મોટા આતંકી હુમલા માટે હથિયાર અને પૈસા પૂરા પાડવામાં આવતા હતા. તેમની પાસેથી લેપટોપ અને અમુક સ્માર્ટ ફોન હતા તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેઓ લેપટોપ અને સ્માર્ટ ફોન દ્વારા હેન્ડલર્સના ટચમાં રહેતા હતા.

You might also like