ઝારખંડમાં 52 બાળકોનાં મોત મામલે માનવ અધિકાર પંચની નોટિસ

નવી દિલ્હી: રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે (એનએચઆરસી) જમશેદપુરની એક હોસ્પિટલમાં ૩૦‌ દિવસમાં પર બાળકોનાં મોતના મામલામાં ઝારખંડ સરકારને નોટિસ ફટકારી છે. એનએચઆરસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને પણ જણાવ્યું છે કે તે તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનેે જરૂરી આદેશો જારી કરે કે જેેથી દેશની કોઇ પણ હોસ્પિટલમાં આવી દુઃખદ ઘટનાનો ન બને.

એનએચઆરસીએ જણાવ્યું છે કે આ અગાઉ તેણે આવી ઘટનાઓ પર ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સરકારદોને પણ નોટિસો બજાવી છે અને તેમના જવાબની પ્રતીક્ષા છે. પંચે ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં ૬૦ બાળકોનાં મોત અને છત્તીસગઢમાં ચાર બાળકોનાં મોતના મામલામાં નોટિસ બજાવી છે.

પંચે જણાવ્યું છે કે અહેવાલો અનુસાર જમશેદપુરની મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજમાં કુપોષણના કારણે ૩૦ દિવસમાં પર બાળકોનાં મોત થયાં હતાં. પંચે બાળકો અનેે નવજાત શિશુના મોતને દુઃખદ ગણાવીને ઝારખંડ સરકારના મુખ્ય સચિવને નોટિસ ફટકારીને છ સપ્તાહમાં આ ઘટના પર અહેવાલ સુપરત કરવા આદેશ કર્યો છે.

You might also like