પાણીના બગાડ મામલે NGTએ BCCIને નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ આઇપીએલની આગામી સિઝનમાં પાણીના વેડફાટને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)એ બીસીસીઆઇને નોટિસ ફટકારી છે.

જસ્ટિસ જાવેદ રહીમની બેંચે ભારતીય જળ સંસાધન મંત્રાલય, બીસીસીઆઇ અને આઇપીએલ-૧૦નું આયોજન કરી રહેલાં નવ રાજ્યોને નોટિસ પાઠવી છે. અલવર સ્થિત હૈદર અલી નામના યુવાને આઇપીએલ દરમિયાન પાણીના બગાડને લઈને અરજી દાખલ કરી હતી.

નોટિસમાં બીસીસીઆઇ ઉપરાંત રાજ્ય અને જળ સંસાધન મંત્રાલય પાસેથી બે સપ્તાહમાં જવાબ માગવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી ૨૮ એપ્રિલે થશે.

અરજીમાં માગણી કરવામાં આવી છે કે એ નવ આયોજન સ્થળો સાથે સંબંધિત સત્તાવાળાઓને પોતાના વ્યવસાયિક ફાયદા માટે પાણીનો બગાડ રોકવાના આદેશ આપવામાં આવે, જ્યાં તા. ૭ એપ્રિલથી મેચ રમાનાર છે.

You might also like