શ્રી શ્રીના ફેસ્ટિવલને મળી મંજૂરી, NGTએ ફટકાર્યો 5 કરોડનો દંડ

નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ(એનજીટી)એ યમુના નદીના કિમારે શ્રી શ્રી રવિશંકરના કાર્યક્રમ વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલને મંજૂરી આપવામાં આવી છે. એનજીટીએ કાર્યક્રમની પરવાનગી આપવાની સાથે જ 5 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સાથે જ દિલ્હી પ્રદૂષણ કમિટી પર પણ એક લાખનો દંડ ફટકાર્યો છે.

એનજીટીએ આદેશ આપ્યો છે કે આયોજન બાદ આયોજકો અને આર્ટ ઓફ લિવીંગને સ્થળની સફાઇ પણ કરવી પડશે. કહેવામાં આવી રહ્યું છે કે આયોજનની ફરિયાદમાં મોડું થયું જેના લીધે કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે અંતત: આર્ટ ઓફ લીવિંગને તેનો ફાયદો મળ્યો. એવામાં હવે દંડની સાથે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પહેલાં શ્રી શ્રી રવિશંકરના સાંસ્કૃતિક કાર્યક્રમ વિરૂદ્ધ વિપક્ષે વિરોધ કર્યો. વિપક્ષ એ વાતનો વિરોધ કરી રહ્યું હતું કે સરકાર કયા પ્રકારે આ સમારોહના આયોજન માટે પંટૂન પુલ બનાવવામાં સેનાના જવાનોનો ઉપયોગ કરી શકે? વિપક્ષે આ આયોજન સાથે જોડાયેલી પર્યાવરણીય ચિંતાઓને મુદ્દો બનાવ્યો છે.

રાજ્યસભામાં વિપક્ષના સભ્યોએ આ ખાનગી સમારોહના આયોજનમાં સૈનિકોના ઉપયોગના વિરોધમાં નારેબાજી કરી અને તેના પર રક્ષા મંત્રી મનોહર પર્રિકર પાસે જવાબ માંગ્યો.

જેડીયૂના નેતા શરદ યાદવે કહ્યું કે આ માણસ (રવિશંકર)સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનની વાત કરી રહ્યો છે અને તમે તેના આયોજનમાં પુલોના નિર્માણ માટે સેનાનો ઉપયોગ કરી રહ્યાં છો. સરકારને તેને તાત્કાલિક રોકવા જોઇએ. એક હજાર એકરની જમીનમાં આ લોકો આ બધુ કરી રહ્યાં છે. આ યમુનાને બરબાદ કરી દેશે.

આ દરમ્યાન વિપક્ષના અન્ય સભ્યોએ ઉભા થઇને ‘સેના બચાવો’ અને ‘રક્ષા મંત્રી જવાબ આપો’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું.

You might also like