જાહેરમાં કચરો સળગાવવા પરત NGT દ્વારા લગાવાયો પ્રતિબંધ

નવી દિલ્હી : ગુરૂવારે એક મહત્વપુર્ આદેશ બહાર પાડતા રાષ્ટ્રીય હરિત અધિકરણ (NGT)એ ખુલ્લામાં કચરો સળગાવવા અંગે સમગ્ર દેશમાં પ્રતિબંધ ફરમાવી દીધોય સાથે જ એનજીટીના આદેશની અવહેલના કરનાર વ્યક્તિ પાસેથી 25 હજાર રૂપિયા દંડની પણ જોગવાઇ કરી હતી. તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016ને કડકાઇથી પાલન કરવાનાં નિર્દેશ આપ્યા હતા.

એનજીટી દ્વારા પર્યાવરણ મંત્રાલય પાસે મદદ માંગવામાં આવી રહી છે. ગ્રીન ટ્રીબ્યુનલે મંત્રાલય અને રાજ્ય સરકારોને પીવીસી અને ક્લોરિનેટેડ પ્લાસ્ટિક પર 6 મહિનાની અંદર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું. આ પ્લાસ્ટિકનું પીવીસી પાઇપ અને પ્લાસ્ટિકની બોટલો બનાવવાનો પ્રયોગ થાય છે.

એનજીટીએ કહ્યું કે, તમામ રાજ્ય સરકારો 2016ના રૂલ્સ અનુસાર એક્શન પ્લાન ચાર અઠવાડીયાની અંદર તૈયાર કરે. એક્શન પ્લાનમાં સમગ્ર રાજ્યમાં સોલિડ વેસ્ટના ડિસ્પોઝલ માટેની તૈયારી કરે. આ તમામ સમયસીમાની અંદર એક્શન લેવામાં આવે. એનજીટીએ આ નિર્ણય અલમિત્રા પટેલ દ્વારા દાખલ અરજી પર દિધી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારોને સોલિટ વેસ્ટ મેનેજમેન્ટ પર સ્થાનિક એકમોને નિર્દેશ આપવા માટેની માંગ કરી હતી.

You might also like