બાર્સિલોના ક્લબે નેમાર સામે ૬૪ કરોડના વળતર માટે કેસ દાખલ કર્યો

બાર્સિલોનાઃ બાર્સિલોના ક્લબે પોતાના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી નેમાર પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા તેની સામે કેસ દાખલ કરી દીધો છે. સ્પેનિશ ક્લબે આ સાથે જ નેમાર પાસે વળતર રૂપે ૮.૫ મિલિયન યુરો (લગભગ ૬૪ કરોડ રૂપિયા) અને ચુકવણીમાં મોડું કરવા માટે દસ ટકા વધારાની રકમ આપવાની માગણી કરી છે.

ક્લબનું કહેવું છે કે ગત વર્ષે કરાર વધારવા દરમિયાન તેમણે નેમારને બોનસ આપ્યું હતું. હવે ક્લબ આ બોનસ પાછું મેળવવા માગે છે, કારણ કે તેણે પાંચ વર્ષનો કરાર પૂરો કર્યો નથી. ક્લબનું કહેવું છે કે નેમારે સેન્ટ પેરિસ જર્મેન (એસપીજી) સાથે કરાર કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. બાર્સિલોના નેમારને એસપીજીમાં જતા રોકી શકી નહોતી, કારણ કે ફ્રેંચ ક્લબે બોયઆઉટ ક્લોઝનો ફાયદો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે નેમાર આ મહિનાની શરૂઆતમાં રેકોર્ડ ૨૨૨ મિલિયન યુરો (લગભગ ૧૬૮૦ કરોડ રૂપિયા)ની ડીલ સાથે એસપીજી સાથે જોડાયો હતો.

You might also like