નેમારને ખરીદવા ચૂકવાયેલી ટ્રાન્સફર ફીમાંથી IPLની ચાર ટીમ ખરીદી શકાય

પેરિસઃ ભારતમાં ક્રિકેટની બોલબાલા છે અને આઇપીએલ તેનો એ હિસ્સો છે, જ્યાં નાણાંનો વરસાદ થાય છે. ફ્રાંસની ક્લબ પેરિસ સેન્ટ જર્મેને જેટલી ટ્રાન્સફર ફીમાં નેમારને ખરીદ્યો છે એ આઇપીએલની ચાર ટીમના મૂલ્ય બરોબર છે. પીએસજીના માલિકોએ જે રકમ ખર્ચી છે તેનાથી મુંબઈ ઇન્ડિયન્સ ૭૮ મિલિયન ડોલર (લગભગ ૪૯૬ કરોડ રૂપિયા), કોલકાતા નાઇટ રાઇડર્સ ૭૭ મિલિયન ડોલર (લગભગ ૪૯૦ કરોડ રૂપિયા), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ૬૭ મિલિયન ડોલર (લગભગ ૪૨૬ કરોડ રૂપિયા) અને સનરાઇઝર્સ હૈદરાબાદ ૪૧ મિલિયન ડોલર (લગભગ ૨૬૦ કરોડ રૂપિયા)ની ટીમને ખરીદી શકાય તેમ હતી.નેમારની ટ્રાન્સફર ફી સામે કેટલાક દેશની જીડીપી પણ વામણી સાબિત થાય છે. દક્ષિણ પેસિફિકના દેશ તવાલનું ૩૪ મિલિયન ડોલર (લગભગ ૨૧૬ કરોડ રૂપિયા) અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વ સ્થિત દેશ નૌરુની ૧૦૨ મિલિયન ડોલર (લગભગ ૭૬.૩૮ કરોડ રૂપિયા)ની જીડીપી મળીને પણ નેમારની ટ્રાન્સફર ફીથી ઓછી છે એટલું જ નહીં, આ ડીલ કિરીબાતીના ૧૬૬ મિલિયન ડોલર (લગભગ ૧૦૫ કરોડ રૂપિયા) અને માર્શલ આઇલેન્ડની ૧૮૩ મિલિયન ડોલર (લગભગ ૧૧૬ કરોડ રૂપિયા)ની જીડીપી પર ભારે પડે છે.

You might also like