અાવતા વર્ષથી ફ્લાઈટમાં પણ ઇન્ટરનેટ સર્ફિંગ કરી શકાશે

નવી દિલ્હી: ઇન્ડિયાની એરલાઈન્સ કંપનીઅો અાગામી એક વર્ષમાં યાત્રીઅોને પ્લેનમાં ઇન્ટરનેટ બ્રાઉઝિંગની સુવિધા અાપશે. કંપનીઅો ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી સેટેલાઈટ કોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર ઇનમારસેટ અને સરકારી કંપની બીએસએનએલ સાથે મળીને અા સુવિધા ઉપલબ્ધ કરાવશે.

બીએસએનએલના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે જણાવ્યું કે અમે એક વર્ષમાં પ્રાઈવેટ કંપનીઅો અને ઇન્ડિવિડ્યુઅલને સેટેલાઈન ફોન સર્વિસ અને પ્લેન તેમજ શિપ પર ઇન્ટરનેટ ફેસિલિટી ઉપલબ્ધ કરાવીશું. તેમને જણાવ્યું કે હાલમાં અા સર્વિસ માત્ર ડિફેન્સના લોકોને જ મળે છે.

ઇન ફ્લાઈટ ડેટા મળવાથી બિઝનેસ ટ્રાવેલ્સ પોતાની બિઝનેસની જરૂરિયાતો માટે હંમેશાં કનેક્ટ રહી શકશે. યુઝર્સ ફ્લાઈટમાં ફેસબુક, વોટ્સઅેપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પણ યુઝ કરી શકશે. શ્રીવાસ્તવે કહ્યું કે રેગ્યુલેટરી એપ્રૂવલ બાદ અેર ટ્રાવેલ્સને લગભગ સેટેલાઈટથી વાઈફાઈ રાઉટર્સ દ્વારા ડેટા બેન્ડ વિથ અાપવામાં અાવશે.

બીએસએનએલને અા સેવા માટે ગૃહ મંત્રાલય અને ટેલિકોમ વિભાગની પરવાનગી મળી ચૂકી છે. અમેરિકાની એરોસ્પેસ સિસ્ટમ્સ પ્રોવાઈડર હની વે અે તાજેતરના અભ્યાસમાં અનુમાન લગાવ્યું છે કે કનેક્ટેડ અેરક્રાફ્ટને સાત અબજ ડોલરનો બિઝનેસ થઈ શકે છે.

૨૦૨૫ સુધી દુનિયાભરમાં ૨૫ હજાર પ્લેસ પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી અાપવામાં અાવશે. બીએસએનએલના ચેરમેને કહ્યું કે અમે સેટેલાઈટ સર્વિસ અાપનારી એક માત્ર લાઈસન્સ કંપની છીએ. ઇનમારસેટે બીએસએનએલ સાથે કરાર કર્યો છે અને કાનૂન વ્યવસ્થા સંબંધિત તપાસ બાદ પોતાના ઇક્વિપમેન્ટ તે અમારા પરિસરમાં લગાવશે.

ઇન્ટરનેશનલ મોબાઈલ સેટેલાઈટ અોર્ગેનાઈઝેશનને ૧૯૭૯માં યુનાઈટેડ નેસન્સ હેઠળ શરૂ કરાઈ હતી. તેના સંસ્થાપક સભ્યોમાં ભારત પણ સામેલ છે. બ્રિટનની સેટેલાઈટ કોમ્યુનિકેશન કંપની ૧૪ સેટેલાઈટ ચલાવી રહી છે. તેને 4G LTE ટેકનોલોજીને સેટેલાઈટ સાથે જોડીને યુરોપિયન એવિઅેશન નેટવર્ક બનાવવા માટે તાજેતરમાં જ ડોઅેચે ટેલિકોમ સાથે જેવી બનાવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like