આગામી સપ્તાહે બે આઈપીઓનાં લિસ્ટિંગ

અમદાવાદ: આઈપીઓની મોસમ ફૂલબહાર ખીલી છે. ત્યારે આગામી સપ્તાહે વધુ બે આઈપીઓનાં લિસ્ટિંગ થશે. ચાલુ સપ્તાહે ત્રણ આઈપીઓનું લિસ્ટિંગ થયું હતું.

આગામી સપ્તાહે સોમવારે કેપેસિટી ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ આઈપીઓનું લિસ્ટિંગ થશે. ૧૩મી સપ્ટેમ્બરથી ૧૫મી સપ્ટેમ્બર વચ્ચે આવેલા રૂ.૪૦૦ કરોડના આઈપીઓ માટે કંપનીએ પ્રાઈઝ બેન્ડ રૂ. ૨૪૫થી ૨૫૦ રાખી છે. ઈન્ફ્રા સેક્ટર સાથે જોડાયેલી કંપનીના શેરનો ગ્રે માર્કેટમાં ૧૬૦થી ૧૭૦ ઈસ્યુ પ્રાઈઝથી ઊંચા ભાવે લિસ્ટિંગનો ભાવ પડી રહ્યો છે.

જ્યારે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના આઈપીઓનું લિસ્ટિંગ આગામી સપ્તાહે બુધવારે થનાર છે. ૧૫મી સપ્ટેમ્બરથી ૧૯મી સપ્ટેમ્બર વચ્ચે આવેલા રૂ.૫૭૦૦ કરોડના આઈપીઓ માટે કંપનીએ પ્રાઈઝ બેન્ડ રૂ.૬૫૧થી ૬૬૧ રાખી હતી. જો કે લાંબાગાળા માટે આ શેર ફાયદામંદ હોવાનું કંપની જણાવી રહી છે. રોકાણકારને આ આઈપીઓમાં લિસ્ટિંગ ગેઈન મળે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.

You might also like