આગામી સપ્તાહે શેરબજારમાં વોલેટાલિટી વધી શકે છે

ગઇ કાલે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૩૦.૧૩ પોઇન્ટના સુધારે ૩૦,૪૬૪.૯૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૧.૫૫ પોઇન્ટના ઘટાડે ૯,૪૨૭.૯૦ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે. સપ્તાહના અંતે નિફ્ટી ૯,૪૦૦ પોઇન્ટની ઉપર બંધ આવી છે તે એક સારાે સંકેત છે, પરંતુ ગઇ કાલે શેરબજારમાં જે રીતે બંને તરફની વધ-ઘટ જોવા મળી છે તે જોતાં આગામી સપ્તાહમાં મે એક્સપાયરી પૂર્વે શેરબજારમાં વોલેટાલિટી વધવાની શક્યતા છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલાં કેટલાંક સેશનમાં સ્થાનિક ફંડની જોરદાર લેવાલી વચ્ચે બજારમાં ઉછાળો નોંધાયો હતો. નિફ્ટીએ ૯,૫૦૦ની સપાટી ક્રોસ કરી દીધી હતી, પરંતુ વૈશ્વિક બજારમાં જોવા મળેલા ઘટાડા વચ્ચે સ્થાનિક શેરબજાર પણ તૂટ્યું હતું. નિફ્ટી ૯,૫૦૦થી ૯,૩૭૦ની રેન્જની મૂવમેન્ટમાં જોવાઇ શકે છે, જેમાં જે તરફનું બ્રેક આઉટ આવે તે તરફની શેરબજારમાં મૂવમેન્ટ જોવાઇ શકે છે. સેન્ટિમેન્ટ જોતાં મે એક્સપાયરી પૂર્વે બજારમાં કરેક્શન આવવાની શક્યતા છે, પરંતુ નિફ્ટી ૯,૩૭૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ ગણાવી શકાય. આ સપાટી તોડી નીચે આવે તો બજારમાં વધુ ઘટાડો જોવાઇ શકે છે, પરંતુ શક્યતા ખૂબ જ ઓછી છે. આગામી સપ્તાહે અગ્રણી કંપનીનાં પરિણામ પણ આવનાર છે ત્યારે તેની અસર શેરબજાર ઉપર જોવાશે.
http://sambhaavnews.com/

You might also like