વારાણસીમાં આયોજિત થશે આગામી પ્રવાસી સંમેલન, રજિસ્ટ્રેશનને લઇ વેબસાઇટ લોન્ચ

ન્યૂ દિલ્હીઃ પ્રવાસી ભારતીયોનું 15મું સંમેલન સુદૂરથી આવનારા ભારતવંશીઓને માટીની મહેક, સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરાઓ અને દેશભક્તિનાં જુસ્સાથી તરબોળ કરવામાં આવશે. આગામી વર્ષ 21થી 23 જાન્યુઆરી સુધી વારાણસીમાં યોજાનાર સંમેલનમાં મહેમાનનોને કાશીથી રૂબરૂ થવાનો મોકો તો મળશે જ અને સાથે-સાથે ઇલાહાબાદ કુંભ મેળો અને સંગમ સ્નાન કરવાનો પણ મોકો મળશે. દુનિયાભરથી જોડાનાર મહેમાનો 26 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડનાં પણ સાક્ષી બનશે.

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારનાં રોજ દિલ્હીમાં પ્રવાસી સંમેલનનાં રજિસ્ટ્રેશન માટે વેબસાઇટનું લોકાર્પણ કર્યું. આ દરમ્યાન વિદેશ મંત્રાલય અને યૂપી સરકારની વચ્ચે એમઓયૂ પર સાઇન થયાં જેને એકબીજાને હસ્તાંતરિત કરવામાં આવ્યું.

વિદેશ મંત્રાલયે ઉત્તર પ્રદેશ સરકારને સંમેલનમાં ભાગીદાર રાજ્યનાં રૂપમાં પસંદગી છે. આ મોકા પર વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે. સિંહ, યૂપીમાં પ્રવાસી ભારતીયોની જવાબદારી સંભાળી રહેલ રાજ્ય મંત્રી સ્વાતી સિંહ, મુખ્ય સચિવ અનૂપ ચંદ પાંડેય વગેરે અધિકારીઓ હાજર હતાં.

સુષ્મા સ્વરાજે જણાવ્યું કે પ્રવાસી ભારતીય સંમેલનની શરૂઆત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ કરી હતી. તેઓએ સંમેલનમાં કરવામાં આવેલ ફેરફાર અને આકર્ષણની જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે 15 સપ્ટેમ્બરને શરૂ થયેલ વેબસાઇટ પર 15 નવેમ્બર સુધી પંજીકરણ કરવામાં આવશે.

તેઓએ જણાવ્યું કે સામાન્ય રીતે 9 જાન્યુઆરીનાં રોજ આ કાર્યક્રમને ઉજવવામાં આવે છે પરંતુ સંમેલનની તિથિ અતિથિઓની માંગ કુંભ સ્નાન અને ગણતંત્ર દિવસ પરેડમાં શામેલ થવાની ઇચ્છાને ધ્યાને રાખીને આગળ વધારવામાં આવી છે.

You might also like