ગુજરાતનો ગાદીપતિ કોણ? પાટીદારોને ખુશ કરવા નીતિન પટેલને પણ CM બનાવાય તેવી શક્યતા

ગુજરાતમાં ભાજપ પાતળી સરસાઈ સાથે સરકાર બનાવવામાં સફળ થઈ છે. ત્યારે હવે વાત કરીએ તો મુખ્યમંત્રી કોણ બનાવશે અને કોને મળશે મહત્વનું પદ જોઈએ તે જોવાનું રહ્યું. દેશ-દુનિયામાં ભાજપે જેને મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્તુત કરેલુ છે તે ગુજરાત 2017ની વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ છે અને ભાજપ 150 પ્લસના લક્ષ્યથી 51 બેઠક દૂર રહી છે, પણ જીત મેળવવામાં સફળ થઈ છે.

હવે ભાજપ સતત છઠ્ઠી વાર રાજ્યમાં સરકાર બનાવશે. ગુજરાતમાં મળેલી જીતથી ભાજપને સબક મળ્યો છે અને તેને લઈને 2019ની ચૂંટણીમાં ભૂલ સુધારવાનો પ્રયાસ કરશે. જો કે હાલમાં તો ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તેના પર જ સૌની નજર છે.

આ યાદીમાં સૌથી પહેલા રાજકોટમાં 54 હજાર મતોથી જીત મેળવનાર વિજય રૂપાણી હોઈ શકે છે, કેમ કે પાટીદાર, ઓબીસી અને દલિતના આંદોલનો, રાહુલ ગાંધીનો આક્રમક પ્રચાર, એન્ટિ ઈન્કમબન્સી ખાળી હોવાથી રિપીટ થઈ શકે છે. બીજી તરફ નીતિન પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. આનંદીબેન પટેલ પણ નીતિન પટેલની તરફેણ કરી શકે છે. આ યાદીમાં ત્રીજું નામ મનસુખ માંડવિયાનું છે, જેઓ મોદી અને શાહના વિશ્વાસુ ગણાય છે. ઉપરાંત ભાજપ કોઈ નવો જ ચહેરો પણ CM તરીકે મૂકી શકે છે.

પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે પણ પોતાના ચૂંટણી પ્રચારના ભાષણોમાં વારંવાર જાહેર કહેલું કે, ભાજપ રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં લડે છે. તેથી હવે અન્યને મુખ્યમંત્રી બનાવે તો સવાલ ઉઠી શકે છે.. આનંદીબેન પછી પ્રદેશમાં સૌથી સીનિયર નેતા, પાટીદાર આંદોલન પ્રભાવિત મહેસાણા બેઠક પરથી ભવ્ય વિજય મેળવીને પાટીદારોનો પૂરતો ટેકો હોવાનું સાબિત કર્યું હોય તેવા નીતિન પટેલને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે. એનું કારણ એ છે કે તે પાટીદારોના સિનિયર નેતા છે..અને તેમને મહેસાણા જેવા પાટીદાર પ્રભાવિત વિસ્તારમાંથી જીત મેળવી છે. તો સરકારને આશા રહેશે કે આવનારા સમયમાં નીતિન પટેલ પાટીદારોને પોતાની તરફ વાળી શકશે.

આ સિવાય બીજા નેતાની વાત કરીએ તો મનસુખ માંડવિયા મોદીની ગૂડબુકમાં છે. પાટીદાર આંદોલનમાં ભંગાણ પાડવામાં મહત્વની ભૂમિકા, વરુણ પટેલ સહિતના આંદોલનકારીઓને પાસમાંથી તોડીને ભાજપમાં ભેળવ્યા.સુરતમાં ભાજપને 16માંથી 15 બેઠક પર મળેલી ભવ્ય જીતમાં પાટીદાર ફેકટરને ભાજપની તરફેણમાં લાવનારા નેતા છે. હાલ આ ચાર નેતાઓના નામ મોખરે છે. હવે જોવાનું એ છે કે, મોદી સરકાર કોના પર મોહર મારે છે.

આ સિવાયની વાત કરીએ તો અન્ય ભાજપના કયા નેતાને મહત્વની જવાબદારી શકે છે…પ્રદીપસિંહ જાડેજાને ગૃહ રાજ્યમંત્રી અને કાનૂન મંત્રી તરીકે મોદી અને અમિત શાહના પસંદગી ઉતારી શકે છે..આ સિવાય બીજા નેતા છે તે પાટીદાર સમાજના મજબૂત નેતા… કૌશિક પટેલ મોદીના વિશ્વાસુ અને મંત્રી તરીકે જવાબદારી સંભાળવા માટે પૂરતા અનુભવી છે તેમને મહત્વની જવાબદારી મળી શકે છે…પોરબંદરના બાબુ બોખીરિયાએ કોંગ્રેસનાનેતા અર્જુન મોઢવાડિયાને સતત બીજી વાર હરાવ્યા છે તેમને પણ કેબિનેટમાં સ્થાન મળવાશે.

આ સિવાય વાત કરીએ તો લેઉઆ પટેલના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાને મહત્વની જવાબદારી મળી શકે છે. ભાજપના સિનિયરનેતા આર.સી. ફળદુને અધ્યક્ષ પદે વરણી થવાની શકયતા છે. અથવા કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આદિવાસી વિસતારમાંથી જીત મેળવતા એવા ગણપત વસાવાને પણ મહત્વની જવાબદારી મળી શકે છે. ભાવનગરના પરસોત્તમ સોલંકીજે સૌરાષ્ટ્રના દિગ્ગજ કોળી નેતા છે. તેમને પણ મહત્વની જવાબદારી મળી શકે છે. આ સિવાય વાત કરીએ તો દિલીપ ઠાકોર અને ભરતસિંહ ડાભીને સંસદીય સચીવ કે અન્ય મહત્વની જવાબદારી મળી શકે છે.

You might also like