આગામી ચાર દિવસમાં ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે

અમદાવાદ: સરકારે નોટબંધી જાહેર કર્યાને એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં લોકોની હાલાકી ઓછી થવાનું નામ લેતી નથી. આવતી કાલથી ચાર દિવસમાં ત્રણ દિવસ એટલે કે સોમવાર સિવાય શનિવાર, રવિવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ બેન્કો સત્તાવાર રીતે બંધ રહેશે, જેના પગલે લોકોની હાલાકી વધુ ઘેરી બનશે.

બેન્કિંગ સેકટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે મંગળવારે ઇદે મિલાદ છે, જેથી ખાનગી-જાહેર ક્ષેત્રની સહિત તમામ બેન્કો સત્તાવાર રીતે બંધ રહેશે, એટલું જ નહીં આવતી કાલે બીજો શનિવાર છે, જેના કારણે બેન્કોમાં રજા રહેશે. આમ, શનિવાર, રવિવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે, જોકે સોમવારે રાબેતા મુજબ બેન્કો ચાલુ જ છે.

આ અંગે મહાગુજરાત બેન્ક એસોસિયેશનના પ્રેસિડેન્ટ આર. બી. સરૈયાએ જણાવ્યું કે હાલ સરકારે અગાઉ જાહેર કર્યા મુજબ મંગળવારે ઇદે મિલાદનો તહેવાર હોવાના કારણે સત્તાવાર રજા જાહેર કરી છે. સરકારની હજુ સુધી વધુ કોઇ સ્પષ્ટતા આવી નથી તેથી મંગળવારે જ રજા માનીને ચાલી રહ્યા છે. આમ, આગામી ચાર દિવસમાં બેન્કો ત્રણ દિવસ બંધ રહેશે.
http://sambhaavnews.com/

You might also like