VIDEO: ભાજપ-કોંગ્રેસમાંથી કોણ બની શકે આગામી સીએમ, કયું હશે મંત્રીમડળ, જાણો!

ગુજરાતઃ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ હજુ જાહેર થવાનાં છે. ત્યારે ભાજપ-કોંગ્રેસમાં જીતનાં દાવા થઈ રહ્યાં છે. સાથે જ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનાં સંભવિત લોકોનાં નામની ચર્ચાઓ પણ હવે શરૂ થઈ ગઈ છે. ભાજપની સરકાર આવે તો કયા નેતાઓને મંત્રી પદ મળી શકે અને જો કોંગ્રેસ આવે તો કયા નેતાઓને સ્થાન મળી શકે તે હવે જોવાનું રહ્યું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળતી હોવાનું દર્શાવાયું છે. ત્યારે ભાજપનાં નેતાઓ પણ ઘણાં આનંદમાં આવી ગયાં છે અને તે લોકો જીતનાં દાવાઓ કરી રહ્યાં છે.

જો કે 151થી વધુ બેઠક મેળવવાનાં ટાર્ગેટ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી ભાજપને ટાર્ગેટ પ્રમાણેની જીત હાંસલ થતી નથી દેખાઈ રહી. જો કે ભાજપમાં હાલ કયા મંત્રીઓને મંત્રીપદ મળી શકે છે. તેને લઈને ચર્ચાએ ઘણું જોર પકડયું છે. ભાજપની સરકાર આવે કે કોંગ્રેસની તેમાં નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થાય અને નવા મુખ્યમંત્રી કોણ બનશે તે બાબતે ભારે રસપૂર્વક ચર્ચાઓ થવા લાગી છે.

ગૃહમાં ચૂંટાયેલા કે ન ચૂંટાયેલા નેતા પણ મુખ્યમંત્રી બની શકે છે. જો કે મંત્રીમંડળ માટે ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ પસંદગી કરવાની હોય છે. મંત્રી પદ આપતા સમયે વ્યક્તિગત ક્ષમતા, સિનીયોરિટી તેમજ ભૂગોળ સહિતની બાબતોને ધ્યાને લેવાતી હોય છે. જો કે હાલ તો બંને પક્ષનાં મંત્રીમંડળોનાં સંભવિતોની ચર્ચાએ જોર પકડ્યું છે.

જો ફરીથી ભાજપની સરકાર બને તો સંભવિત મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી હોઇ શકે.

વિજય રૂપાણી બની શકે છે આગામી મુખ્યમંત્રી

મંત્રીમંડળમાં નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, રમણભાઈ વોરા, પ્રદિપસિંહ જાડેજાને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત રાજેન્દ્ર ત્રિવેદી, શંકર ચૌધરી, જયેશ રાદડીયા, ચિમન સાપરીયા, રાઘવજી પટેલ, જીતુ સુખડીયાને પણ મંત્રી પદ સોંપાઈ શકે છે. જ્યારે દિલીપ સંઘાણી, બાવકુ ઉંધાડ, શબ્દશરણ તડવીને પણ મહત્વનું સ્થાન મળી શકે છે.

જ્યારે રમીલાબેન બારા, વિભાવરીબેન દવે, નિમાબેન આચાર્ય, તેજશ્રીબેન પટેલ સહિતનાં મહિલા નેતાઓને પણ મંત્રી પદમાં સમાવાઈ શકે છે. તો આ સિવાય આર.સી. ફળદુને પણ કેબિનેટ મંત્રીમાં સ્થાન આપવામાં આવી શકે છે.

જો ભાજપ સત્તા પર આવે તો કોને મંત્રીમંડળમાં મળી શકે તક?
નીતિન પટેલ
ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ગણપત વસાવા
રમણ વોરા
પ્રદીપસિંહ જાડેજા
રાજેન્દ્ર ત્રિવેદી
શંકર ચૌધરી
જયેશ રાદડીયા
ચિમન સાપરિયા
રાઘવજી પટેલ
જીતુ સુખડીયા
દિલીપ ઠાકોર
આત્મારામ પરમાર
જયનારાયણ વ્યાસ
કૌશિક પટેલ
ભરત બારોટ
દિલીપ સંઘાણી
બાવકુ ઉંધાડ
શબ્દશરણ તડવી
રમીલા બારા
વિભાવરી દવે
નિમાબેન આચાર્ય
તેજશ્રીબેન પટેલ
આર.સી. ફળદુ

એક્ઝિટ પોલનાં તારણ આમ તો ભાજપ તરફી દેખાઈ રહ્યાં છે. જો કે વર્ષ 2017માં હવા બદલાય તો કંઈ કહેવાય નહીં અને એક્ઝિટ પોલનાં આંકડા ખોટા પડે અને ગુજરાતમાં સત્તા પલટો થાય અને કોંગ્રેસની સરકાર આવે તો કોંગ્રેસમાંથી કયા નેતાઓને મંત્રી મંડળમાં સમાવાઈ શકે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

હાલ તો કોંગ્રેસ 140 બેઠકો મેળવવાનાં દાવા કરી રહી છે અને જો તે સાચા સાબિત થશે તો કોંગ્રેસમાંથી કેટલાક દિગ્ગજ નેતાઓનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. જેમાં શક્તિસિંહ, ભરતસિંહનું નામ મુખ્યમંત્રીની રેસમાં ચાલી રહ્યું છે. તો સિદ્ધાર્થ પટેલ, અર્જૂન મોઢવાડિયા અને પરેશ ધાનાણીનું પણ મુખ્યમંત્રીની રેસમાં ગણવામાં આવી રહ્યું છે.

શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી બની શકે છે મુખ્યમંત્રી
સિદ્ધાર્થ પટેલ, અર્જૂન મોઢવાડિયાનું નામ પણ મુખ્યમંત્રીની ચર્ચામાં
પરેશ ધાનાણી પણ બની શકે મુખ્યમંત્રી

કોંગ્રેસમાં મંત્રીમંડળોમાં કયા નેતાઓને સ્થાન મળી શકે છે. તે જોઇએ તો અહીં ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, અર્જુન મોઢવાડિયા, નરેન્દ્ર રાવત, તુષાર ચૌધરી, છોટુ વસાવા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર અને સી.જે. ચાવડાનું નામ પણ રેસમાં સૌથી આગળ છે.

આ ઉપરાંત જવાહર ચાવડા, બ્રિજેશ મેરજા, સોમા પટેલ, નિરંજન પટેલ, અમિત ચાવડા અને મોહનસિંહ રાઠવાનું નામ પણ મંત્રીમંડળ માટે ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ચંદ્રિકાબેન બારૈયા, ગોવા દેસાઈ, જીવા પટેલ, અશ્વિન કોટવાલ, અનિલ
જોશીયારા અને ધીરૂભાઈ ગજેરાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

જો કોંગ્રેસ સત્તા પર આવે તો કોને મંત્રીમંડળમાં મળી શકે તક?
ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
અર્જુનભાઈ મોઢવાડીયા
નરેદ્ર રાવત
તુષાર ચૌધરી
છોટુભાઈ વસાવા
હિંમતસિંહ પટેલ
શૈલેષ પરમાર
સી.જે. ચાવડા
ગ્યાસુદીન શેખ
જવાહર ચાવડા
બ્રીજેશ મેરજા
સોમાભાઈ પટેલ
નિરંજન પટેલ
અમિત ચાવડા
મોહનસિંહ રાઠવા
ચંદ્રિકાબેન બારૈયા
ગોવાભાઈ દેસાઈ
જીવાભાઈ પટેલ
અશ્વિન કોટવાલ
અનિલ જોશીયારા
ધીરૂભાઈ ગજેરા

હજુ તો જનાદેશ આવવાનો બાકી છે. ત્યાં ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ જીતનાં દાવા કરી રહ્યાં છે. એટલું જ નહીં ભાજપે તો શપથવિધીની પણ તૈયારીઓ આરંભી દીધી છે અને શપથવિધિ ક્યાં કરવી. કયા મહેમાનો શપથવિધિમાં હાજર રહેશે તે સહિતનાં લિસ્ટ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.

તો બીજી તરફ આ વખતે કોંગ્રેસ પણ જીતની આશા સાથે શપથવિધિની તૈયારીઓમાં પડી ગઇ છે. જો કે ચૂંટણી પરિણામ કોનાં પક્ષમાં આવે છે તે હવે મત ગણતરી બાદ જ ખ્યાલ આવશે. પરંતુ હાલ ભાજપ-કોંગ્રેસમાં મંત્રી મંડળમાં કોને સમાવાશે તે મુદ્દાએ ભારે ચર્ચા જગાવી છે.

You might also like