ઓસ્ટ્રેલિયાએ પહેલી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને કચડી નાખ્યું

બ્રિસબેનઃ ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કાંગારુંઓએ ન્યૂઝીલેન્ડને ૨૦૮ રને પરાજય આપ્યો હતો. વિજય માટે મળેલા ૫૦૪ રનના લક્ષ્ય સામે ન્યૂઝીલેન્ડની ટીમ બીજા દાવમાં ૨૯૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બંને દાવમાં સદી ફટકારનાર ડેવિડ વોર્નરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બીજા દાવમાં ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ૮૦ રન કેપ્ટન મેક્કુલમે બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ટીમને પરાજયમાંથી ઉગારી શક્યો નહોતો. મેક્કુલમ ઉપરાંત પહેલા દાવમાં શાનદાર સદી ફટકારનાર વિલિયમ્સને ૫૯ રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો.

ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક, હેઝલવૂડ, મિચેલ માર્શે બે-બે વિકેટ અને નાથન લિયોને ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં વોર્નરના ૧૬૩, ઉસ્માન ખ્વાજાના ૧૭૪, વોજીસના ૮૩ અને બર્ન્સના ૭૧ રનની મદદથી ૫૫૬ રન ખડક્યા હતા, જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા દાવમાં ૩૧૭ રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં ઓસ્ટ્રેલિયન ઓપનરો બર્ન્સ (૧૨૯) અને વોર્નરની સદી (૧૧૬)ની મદદથી ચાર વિકેટે ૨૬૪ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. આમ ન્યૂઝીલેન્ડને જીત માટે ૫૦૪ રનનું લક્ષ્ય મળ્યું હતું. જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ બીજા દાવમાં ૨૯૫ રન બનાવી ઓલઆઉટ થઈ જતા તેનો ૨૦૮ રને પરાજય થયો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવઃ ૫૫૭
ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવઃ ૩૧૭
ઓસ્ટ્રેલિયા બીજો દાવઃ ૪/ ૨૬૪ ડિકલેર
ન્યૂઝીલેન્ડ બીજો દાવઃ
લાથમ એલબી બો. સ્ટાર્ક ૨૯
ગુપ્ટિલ કો. સ્મિથ બો. લિયોન ૨૩
વિલિયમ્સન એલબી બો. લિયોન ૫૯
ટેલર કો. સ્મિથ બો. હેઝલવૂડ ૨૬
મેક્કુલમ કો. સ્મિથ બો. માર્શ ૮૦
નીશામ કો. બર્ન્સ બો. જોન્હસન ૦૩
વેટલિંગ એલબી બો. લિયોન ૧૪
ક્રેગ અણનમ ૨૬
બ્રેસવેલ એલબી બો. માર્શ ૦૦
સાઉદી કો. નેવિલ બો. હેઝલવૂડ ૦૫
બોલ્ટ કો. નેવિલબો. સ્ટાર્ક ૧૫
કુલ (ઓલઆઉટ) ૨૯૫

You might also like