છાપાંની પસ્તીમાંથી બનાવ્યો સૌથી મોટો ફ્લાવરવાઝ

અમદાવાદની નીલુ પટેલે છાપાંની પસ્તીમાંથી ૧૬ ફૂટ લાંબો અને છ ફૂટ પહોળો ફ્લાવર વાઝ બનાવ્યો છે. નીલુ છાપાની પસ્તીમાંથી અલગ-અલગ પ્રકારનું અાર્ટવર્ક કરતી હોય છે પરંતુ અા વખતે તેણે અાટલો મોટો ફ્લાવર વાઝ બનાવીને રેકોર્ડ કર્યો છે. અા ફ્લાવર વાઝ બનાવતાં નીલુને એક મહિનાનો સમય લાગ્યો છે. અા પેપર પોર્ટને તૈયાર કરવા માટે ૫૯૫૦ જેટલી પેપર સ્ટીકનો ઉપયોગ થયો છે. ન્યૂઝ પેપર્સને લઈને તેના એક કોર્નર પરથી રોલ કરીને ફેવિકોલની મદદથી અા સ્ટીક તૈયાર થાય છે. બેથી અઢી ફૂટની બનતી એક સ્ટીકને ગૂંથીને તેને રોજની ૬૦૦ જેટલી સ્ટીક બનાવી. હાલમાં સંસ્કાર કેન્દ્ર, પાલડી મ્યુઝિયમ ખાતે અા વાઝ પ્રદર્શનમાં મૂકાયો છે.

You might also like