નવા સવા પિતા બન્યા છો? તો ડિપ્રેશન સ્વાભાવિક છે

સિડની: બાળકને જન્મ આપ્યા બાદ સ્ત્રીના શરીરમાં થતાં હોર્મોનલ પરિવર્તનોને લીધે તેનામાં ડિપ્રેશનનાં લક્ષણો સ્વાભાવિકપણે જોવા મળે છે, પરંતુ તાજેતરના એક રિસર્ચમાં સાબિત થયું છે કે આ વાત પિતા માટે પણ એટલી જ લાગુ પડે છે.

પિતા બન્યા બાદ પુરુષો પણ ડિપ્રેશનથી પીડાય છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના રિસર્ચરોએ ૪૩ અલગ અલગ જગ્યાઓએ થયેલા રિસર્ચનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. તેના પરથી તેમણે તારવ્યું કે પપ્પા બન્યા બાદ પુરુષોમાં પણ એન્ગઝાઇટી અને હળવું ડિપ્રેશન જોવા મળે છે. પુરુષો ક્યારેક એકલતા પણ અનુભવે છે, કેમ કે બાળકો સાથે માતાને ગહેરો નાતો હોય છે.

દસમાંથી એક પુરુષને પિતા બન્યા બાદ ડિપ્રેશનનાં લક્ષણો અનુભવાય છે. પિતા પોતાની લાગણીઓ વ્યકત કરી શકતા ન હોવાથી પણ તેમનું ડિપ્રેશન વધુ લાંબો સમય ચાલે છે.

You might also like