ન્યૂઝીલેન્ડના ૨૭૧ રન સામે પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું

728_90

હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે અહીં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ ૨૭૧ રનમાં સમેટાઈ ગયો હતો, જેની સામે ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉદીએ ઉપરા ઉપરી બે ઝટકા આપીને પાકિસ્તાનની સારી શરૂઆત કરવાની આશા પર પાણી ફેરવી દીધું હતું. પાક.નો સ્કોર જ્યારે સાત રન હતો ત્યારે સામી અસ્લમ ફક્ત પાંચ રન બનાવીને સાઉદીની બોલિંગમાં જીત રાવલના હાથમાં ઝિલાઈ ગયો હતો. ત્યાર બાદ સ્કોરમાં વધુ એક રનનો ઉમેરો થયો ત્યાં ફરી સાઉદી ત્રાટક્યો હતો અને તેણે અઝહર અલીને એક રને પેવેલિયનમાં મોકલી આપ્યો હતો. ત્રીજી વિકેટના રૂપમાં પાકિસ્તાનનાે સૌથી અનુભવી બેટ્સમેન યુનિસ ખાન પણ ફક્ત બે રન બનાવી ટીમ સાઉદીનો શિકાર બન્યો હતો. આજના દિવસની રમત બંધ રહી ત્યારે પાક.નો સ્કોર પાંચ વિકેટે ૭૬ રન છે. બાબર આઝમ ૩૪ રને અને સરફરાઝ અહેમદ નવ રને બેટિંગ કરી રહ્યા છે.

ગઈ કાલે વરસાદને કારણે રમત બંધ રાખવાની ફરજ પડી હતી ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર બે વિકેટે ૭૭ રન હતો. ન્યૂઝીલેન્ડની ત્રીજી વિકેટ કુલ ૯૦ રનના સ્કોર પર રોસ ટેલરના રૂપમાં પડી હતી. ટેલર સોહેલ ખાનની બોલિંગ ૩૭ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ ભારતીય મૂળના ઓપનર જીત રાવલ સાથે નિકોલસ જોડાયો હતો. આ બંનેએ ભેગા મળીને સ્કોરને ૧૧૩ રન સુધી પહોંચાડ્યો હતો ત્યારે જ જીત રાવલ ફરી એક વાર શાનદાર ૫૫ રન બનાવી ઇમરાન ખાનનો શિકાર બન્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્રાન્ડહોમ ૩૭, વોટલિંગે અણનમ ૪૯ રન તથા ટીમ સાઉદીએ ૨૯ રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપતાં ન્યૂઝીલેન્ડે ઓલઆઉટ થતા સ્કોર બોર્ડ પર ૨૭૧ રન નોંધાવી દીધા હતા. પાકિસ્તાન તરફથી સોહેલ ખાને ચાર, ઇમરાન ખાને ત્રણ અને મહંમદ આમિરે બે વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવઃ
જીત કો. રિઝવાન બો. ઇમરાન ૫૫
લાથમ કો. અસ્લમ બો. આમિર ૦૦
વિલિયમ્સન કો. સરફરાઝ બો. સોહૈલ ૧૩
ટેલર કો. સરફરાઝ બો. સોહૈલ ૩૭
નિકોલસ કો. સરફરાઝ બો. વહાબ ૧૩
ગ્રાન્ડહોમ કો. સરફરાઝ બો. ઇમરાન ૩૭
વોટલિંગ અણનમ ૪૯
સાન્ટનર કો. યુનિસ બો. સોહૈલ ૧૬
સાઉદી બો. સોહૈલ ૨૯
હેન્રી કો. સોહૈલ બો. આમિર ૧૫
વેગનર કો. યુનિસ બો. ઇમરાન ૦૧
વધારાના ૦૬
કુલ ઓલઆઉટ ૨૭૧

home

You might also like
728_90