ટેસ્ટ મેચ બચાવવા ન્યૂઝીલેન્ડના મિડલ ઓર્ડરનો લડાયક સંઘર્ષ એળે ગયો

કાનપુરઃ અહીં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં આજે પાંચમા અને અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેનોએ જોરદાર સંઘર્ષ આદર્યો છે. ગઈ કાલે મેચના ચોથા દિવસે ચાર વિકેટે ૯૪ રનથી આગળ રમવાનું શરૂ કર્યા બાદ રોંચી અને સાન્ટનરે મેચની શરૂઆતમાં ભારતીય બોલર્સને કોઈ જ મચક આપ્યા વિના શાનદાર બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને ૧૫૮ રન સુધી પહોંચાડી દીધો હતો.

આ સમયે શાનદાર બેટિંગ કરી રહેલાે રોંચી અશ્વિનની બોલિંગમાં જાડેજાના હાથે ઝિલાઈ ગયો હતો. રોંચીએ આઉટ થતા પહેલાં ૧૨૦ બોલમાં નવ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૮૦ રન બનાવ્યા હતા. રોંચી અને સાન્ટનરે પાંચમી વિકેટ માટે ૧૦૨ રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ન્યૂઝીલેન્ડે સાત વિકેટે ૧૯૭ રન બનાવી લીધા છે. સાન્ટનર ૫૦ રને અને સોઢી શૂન્ય રને બેટિંગમાં છે. છઠ્ઠી વિકેટના રૂપમાં વોટલિંગ શામીની બોલિંગમાં ૧૮ રન બનાવી અને સાતમી વિકેટના રૂપમાં ક્રેગ પણ શામીની બોલિંગમાં એક રન બનાવી આઉટ થયો હતો.

You might also like