ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં બ્લાસ્ટઃ એક વ્યક્તિ ગંભીર

ન્યૂયોર્કઃ ન્યૂયોર્ક શહેરના લોકપ્રિય પ્રવાસન સ્થળ સેન્ટ્રલ પાર્કમાં એક વિસ્ફોટમાં ૧૯ વર્ષીય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ હુમલો સેન્ટ્રલ પાર્ક ઝૂથી થોડા અંતરે જ થયો હતો.

સવારે લગભગ ૧૦.પ૩ કલાકે ઇમર્જન્સી કોલ પર આ હુમલાની જાણ થઇ હતી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે એક વ્યકિત ગંભીર હાલતમાં મળી આવી હતી. ન્યૂયોર્ક ડેઇલી ન્યૂઝ દ્વારા એક અહેવાલમાં જણાવાયું છે કે આ હુમલામાં એક યુવકને પગમાં ગંભીર ઇજા થઇ હતી, જોકે તેની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.

આ વિસ્ફોટમાં ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટની બોમ્બ સ્કવોડ તપાસ કરી રહી છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર ઘાયલ થનાર વ્યકિતએ કોઇ ડિવાઇસ કે ફટાકડા પર પગ મૂકી દેતાં વિસ્ફોટ થયો હતો. ઇજાગ્રસ્તના એક મિત્રએ જણાવ્યું હતું કે ત્યાં એક નાનકડો બ્લાસ્ટ થયો હતો અને પછી ચારે બાજુ ધુમાડો ફેલાઇ ગયો હતો. આ ફટાકડો કેટલો ખતરનાક હતો તેની અમને ખબર નથી. ઇજાગ્રસ્તને નજીકની બેલેઉ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

You might also like