ન્યૂ યોર્કના મ્યુઝિયમ દ્વારા સૌથી વધુ લોકો દ્વારા એકસાથે ૐનું રટણ થશે

ભારતીય અને હિન્દુ સંસ્કૃતિમાં ૐ શબ્દનું અદભુત મહાત્મ્ય છે. અા શબ્દના ઉચ્ચારણ દરમિયાન પેદા થતાં સ્પંદનો અને એની પાછળના મહત્ત્વને સમજાવવા માટે અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં રુબિન મ્યુઝિયમ ઓફ અાર્ટ દ્વારા એક મહિના સુધી એક્ઝિબિશન કરવામાં અાવશે. અાવતા વર્ષના ફેબ્રુઅારી મહિનામાં શરૂ થનારા અા એક્ઝિબિશનમાં પવિત્ર ઓમનું રટણ એકસાથે સૌથી વધુ લોકો દ્વારા કરવામાં અાવશે. અા પવિત્ર મંત્રના રટણનું મહત્ત્વ સમજાવવામાં અાવશે. એક્ઝિબિશન દરમિયાન લોકોને પોતાના અવાજ ૐનું રટણ રેકોર્ડ કરવાનું કહેવામાં અાવશે.
http://sambhaavnews.com/

You might also like