નવા વર્ષે શેરબજારમાં નવી આશા અને ઉમંગ જોવાશે

શેરબજાર છેલ્લે સાધારણ ઘટાડે બંધ થયું હતું. નિફ્ટી ૪.૯૦ પોઇન્ટના ઘટાડે ૭,૮૫૦ પોઇન્ટની ઉપર ૭,૮૬૧ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે. એ જ પ્રમાણે સેન્સેક્સ ૧૧.૫૯ પોઇન્ટના ઘટાડે ૨૫,૮૩૮ પોઇન્ટની સપાટીએ બંધ થયો તો. સપ્તાહના અંતે સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવાયો હતો, જ્યારે કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં શેરબજારમાં છ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

આગામી સપ્તાહે શેરબજાર નવી આશા અને અપેક્ષા સાથે કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં પ્રવેશશે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારની નજર ત્રીજા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામો ઉપર રહેશે. આગામી સપ્તાહે ડિસેમ્બર એક્સપાયરી પણ છે ત્યારે શેરબજારમાં શરૂઆતે બંને તરફની વધ ઘટ વધી શકે છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રેલવે, ડિફેન્સ અને લોજેસ્ટિક સેક્ટરની કંપનીઓમાં ઘટાડે રોકાણ લાંબા ગાળે ફાયદેમંદ પુરવાર થઇ શકે છે.

You might also like