માધ્યમિક શાળાઓ માટે નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓ માટેના નવા શૈક્ષણિક વર્ષ ર૦૧૮-૧૯નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરાયું છે. તે મુજબ આગામી વર્ષે ધો.૧૦ અને ૧ર સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.૭ થી ર૩ માર્ચ, ર૦૧૯ દરમિયાન લેવાશે.

આગામી વર્ષે ધો.૧૦ અને ૧રની પરીક્ષા ૬ થી ૯ જૂન સુધી લેવાશે. જ્યારે ધો.૯-૧૦-૧૧ અને ૧રની પહેલી સત્રાંત પરીક્ષા તા.૧૯ થી ૩૦ ઓક્ટોબર, ર૦૧૮ દરમિયાન લેવાશે. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા તા.૧પ થી ૧૮ ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન શાળા કક્ષાએ યોજાશે.

જ્યારે ધો.૧૦ અને ૧રની શાળાઓ દ્વારા લેવાતી પ્રાયોગિક પરીક્ષા ૧ર થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ૮ થી ૧૬ એપ્રિલ દરમિયાન લેવાશે. ધો.૧૦-૧૧ અને ૧રની  પ્રિલિમ પરીક્ષા ર૮ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમિયાન લેવાશે.

શૈક્ષણિક વર્ષ દરમિયાન બાવન રવિવાર, ૧૭ જાહેર રજાઓ, ર૧ દિવસનું દિવાળી વેકેશન અને ૩પ દિવસ ઉનાળુ વેકેશનની રજા મળશે. પહેલું સત્ર ટૂંકું રહેશે, જ્યારે બીજા સત્રમાં ૧૦ર દિવસ શૈક્ષણિક કાર્ય થશે.

divyesh

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

1 day ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

1 day ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

1 day ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

1 day ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

1 day ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

1 day ago