નવા વર્ષે રૂપિયા ઉપર વધુ પ્રેશર જોવાઈ શકે

અમદાવાદ: ગઇ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૭.૮૨ની સપાટીએ બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન રૂપિયાની ચાલ જોઇએ તો નરમાઇ તરફી ટ્રેન્ડ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સની મજબૂતાઇના પગલે રૂપિયો વધુ નબળો પડ્યો હતો. નોંધનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષમાં ડોલર સામે રૂપિયો બે ટકાથી વધુ તૂટ્યો છે.

ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ ઇકોનોમી ડેટા મજબૂત આવી રહ્યા છે. આગામી ૨૦ જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખની પોલિસી ફોરેક્સ બજાર માટે મહત્ત્વની સાબિત થશે. એટલું જ નહીં ડોલરમાં આગામી દિવસોમાં મજબૂત ચાલ જોવાઇ શકે છે, જેની અસરે રૂપિયામાં નરમાઇ જોવાશે. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં ડોલર સામે રૂપિયો ૭૦ની સપાટી ક્રોસ કરી શકે છે.
http://sambhaavnews.com/

You might also like