ભારત વિરુદ્ઘ નેપાળને તૈયાર કરી રહ્યુ છે ચીન

એશિયામાં ભારતના વધી રહેલા દબદબાથી રોષે ભરાયેલું ચીન અગાઉથી જ પાકિસ્તાનમાં મોટું રોકાણ કરી તેને પોતાનું ‘બેસ્ટ ફ્રેન્ડ’ બનાવી ચૂક્યું છે. હવે ચીન પોતાની આ વ્યૂહરચના અંતર્ગત નેપાળને પણ ભારત વિરુદ્ધ ઊભું કરવાની તૈયારીમાં છે. જેના માટે ચીને અગાઉથી જ જમીન તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. એશિયામાં પોતાના પ્રભાવને વધારવાના હેતુથી ચીન નેપાળમાં પોતાના રોકાણમાં સતત વધારો કરી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે, હવે ચીન નેપાળમાં સૌથી મોટું વિદેશી રોકાણકાર બન્યો છે.

પશ્ચિમ નેપાળમાં ધારચુલાની સ્થિતિ એકદમ ડોકલામની જેમ જ છે. ધરચુલા નેપાળ, ચીન અને ભારતના ત્રિકોણ વચ્ચે આવે છે. 1814-16માં એંગ્લો-નેપાળ યુદ્ધના સમયથી, ભારત અને નેપાળ વચ્ચેના આ શહેરને લઇને સંધિ અસ્તિત્વમાં આવી હતી. નેપાળની કાળી નદીની ઉપર બનેલા પુલથી નેપાળ અને ભારતમાં ઉત્તરાખંડ રાજ્ય એક બીજાથી જોડાયેલા છે. ચીને 1950 માં તિબેટ પર કબજો કર્યો તે પહેલાં, ધારચુલા તિબેટ-નેપાળ-ભારત વચ્ચે વેપાર માર્ગો માટે એક મોટું શહેર હતું. આ રીતે, નેપાળમાં ચીનનો વધતો પ્રભાવ ભારત માટે નજીકના ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.

નેપાળમાં નાણાકીય વર્ષ 2017માં 15 અબજ નેપાળી રૂપિયાનું વિદેશી રોકાણ થયું છે. તેમાં અડધાથી પણ વધારે એટલે કે 8.35 અબજ નેપાળી રૂપિયાનું રોકાણ ચીને કર્યું છે. આ નાણાકીય વર્ષમાં ભારતે નેપાળમાં 1.99 અબજ રૂપિયાનો રોકાણ કર્યું છે, તો બીજી બાજુ દક્ષિણ કોરિયાએ 1.88 અબજ નેપાળી રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ વર્ષે માર્ચમાં નેપાળની ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ચીન સૌથી મોટું રોકાણકાર બનીને ઊભર્યું હતું. ચીને નેપાળને 8.2 અબજ ડોલરની મદદનો વાયદો કર્યો છે. જ્યારે નેપાળને આ સમિટમાંથી સાત દેશો દ્વારા કુલ 13.52 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે.

ભારત-ચીન વચ્ચે ચાલુ ડોકલામ વિવાદ બંને એશિયન પાડોશીઓની વચ્ચે વ્યાપાર યુદ્ધમાં ફેરફાર થઈ શકે છે. ચીનની કંપનીઓએ ભારતના વધતા જતા ઇલેક્ટ્રોનિક માર્કેટને પાછળ છોડી દીધું છે અને નેપાળમાં 22 અબજ ડોલરનું વ્યાપાર કરે છે. 3 વર્ષ પહેલાં જ નેપાળના સૌથી મોટા વિદેશી રોકાણકારોએ ભારતને પાછળ રાખી દીધી હતી.3 વર્ષ પહેલાં નેપાળના સૌથી મોટા વિદેશી રોકાણકાર તરીકે ભારતને પછાડીને ચીન સૌથી મોટું રોકાણકાર બની ગયું હતું.

દરેક ટેન્ડરમાં ઓછામાં ઓછી બોલી લગાવીને ચીને નેપાળમાં કેટલાક મોટા મોટા પ્રોજેક્ટ્સ પોતાને નામે કરી લીધા છે, પછી તે પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે કેટલાક હાઈડ્રોઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ્સ, હવે ચીન પાસે નેપાળમાં સૌથી વધુ પ્રોજેક્ટ્સ છે. આંકડા જોઈએ તો નેપાળમાં હાલ 341 મોટા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. જેમાં 125 ચીનની પાસે છે, 55 દક્ષિણ કોરિયા પાસે, 40 અમેરિકા પાસે, 23 ભારત પાસે, 11 યુકે પાસે અને 69 અન્ય દેશો પાસે છે.

You might also like