હવે ફોક્સવેગને સેલ્ફ ડ્રાઈવિંગ કાર બનાવી

સેલ્ફ ડ્રાઈવિંગ બનાવવા માટે સંખ્યાબંધ કંપનીઓ લાઈનમાં ઊભી છે. હવે તેમાં જર્મન ઓટો કંપની ફોક્સવેગનનું વધારો થયો છે. તેણે જિનિવા ઈન્ટરનેશનલ મોટર શોમાં પોતાની કન્સેપ્ટ સેલ્ફ ડ્રાઈવિંગ કાર સેડ્રીક વિશ્વ સમક્ષ મૂકી છે. લંબચોરસ બોક્સ જેવી દેખાતી અા કાર અાર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલશે. એક બટન દબાવવા માત્રથી તે સ્ટાર્ટ થશે અને મોબાઈલ એપ્લિકેશન તથા વોઈસ કમાન્ડથી કંટ્રોલ કરી શકાશે. તેની મોટી સાઈઝની વિન્ડસ્ક્રિન ટેલિવિઝન તરીકે પણ કામ અાપશે. કાર અંદર સવારી કરતા લોકોને મનોરંજનની સાથે ટ્રાફિક હવામાન ન્યૂઝની પણ માહિતી મળશે.
http://sambhaavnews.com/

You might also like