ઓટો ગિયર વાળી વિટારા બ્રેઝા થઈ લોન્ચ, જાણો નવા ફીચર્સ વિશે…..

મારુતિ સુઝુકી ઈન્ડિયાએ બુધવારે ઓટો ગિયર શિફ્ટ (AGS) ટેકનોલોજી સાથે પોતાની કમ્પેક્ટ SUV વિટારા બ્રેઝાને બજારમાં ઉતારી છે. દિલ્હીમાં આ કારની કિંમત 8.54 લાખ રૂપિયા અને 10.49 લાખ રૂપિયા ની વચ્ચે છે. આ મોડેલનું મેન્યુઅલ ટ્રાંસમિશન વર્ઝન પહેલાથી બજારમાં વેચાઈ રહ્યુ છે.

કંપનીએ કર્યા છે ઘણા ફેરફારો
કંપનીએ કહ્યુ કે વિટારા બ્રેઝાના AGS વર્ઝનમાં અતિરીક્ત સુરક્ષા ફીચર લગાવવામાં આવ્યા છે અને કારની અંદર અને બહાર ઘણા ફેરફારો પણ કર્યા છે.

યુવા ગ્રાહકોનું રાખ્યુ છે ધ્યાન
કંપનીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) આરએસ કલસીએ એક નિવદનમાં જણાવ્યુ છે કે અમે યુવા ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને વિટારા બ્રેઝામાં ફેરફાર કર્યા છે, કારમાં હવે AGS નો વિકલ્પ છે, લોકપ્રિય ટુ-પેડલ ટેક્નોલોજીનો વિકલ્પ પણ છે. જેનાથી કાર વધુ સુવિધાજનક થઈ ગઈ છે.

આ છે નવા સેફ્ટી ફીચર્સ
નવા મોડલમાં ઘણા સુરક્ષા ફીચર્સ લગાવવામાં આવ્યા છે. જેમાં આઈએસઓએફઆઈએક્સ ચાઈલ્ડ રિસ્ટ્રેંટ સિસ્ટમ, હાઈસ્પિડ વોર્નિંગ અલર્ટ, ડ્યુઅલ એયર બેગ્સ, ઈબીડી સાથે એબીએસ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને ફ્રન્ટ સીટ બેલ્ટ, પ્રીટેંશનર્સ અને ફોર્સ લિમિટર્સ.

You might also like