વેટનાે નવાે નંબર ઓનલાઈન મેળવવામાં વેપારીઓને હાલાકી

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ મોટા ભાગની સિસ્ટમ ઓનલાઇન કરી રહ્યું છે, જેના ભાગરૂપે હવે વેટના નવા રજિસ્ટ્રેશન નંબર મેળવવાની પ્રક્રિયા પણ ઓનલાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ અંગેનો પરિપત્ર પણ મંગળવારે બહાર પાડી દીધો છે, પરંતુ આ ઓનલાઇન નવા રજિસ્ટ્રેશન મેળવવાની પ્રક્રિયામાં વેપારીઓને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વેટ ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ નવા રજિસ્ટ્રેશન નંબર મેળવવાની પ્રક્રિયામાં કેટલીક ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્નિકલ ખામી રહી જવાને કારણે નવો રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ નવા રજિસ્ટ્રેશન મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી હોવાને કારણે ટેક્સ પ્રેક્ટિશનર્સ દ્વારા શરૂઆતમાં આ ઓનલાઇન પ્રક્રિયાને સ્વૈચ્છિક રીતે શરૂ કરવાની પણ માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટનું સમગ્ર માળખું ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે.

આગામી દિવસોમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરાય ત્યારે વેટ ડિપાર્ટમેન્ટના માળખાનો સીધો લાભ મળે તેવી પણ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારથી કવાયત હાથ ધરાઇ છે ત્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા નવા રજિસ્ટ્રેશન નંબર મેળવવાની ઓનલાઇન પ્રક્રિયા સામે પડી રહેલી મુશ્કેલીઓનો ઉકેલ લાવવાની માગ ઊઠી છે.

You might also like