WhatsAppના નવા અપ અપેડેટમાં મોકલી શકશો pdf ડોક્યુમેન્ટ

નવી દિલ્હી: દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરાતી ઇન્ટન્ટ મેસેન્જર વોટ્સ અપ એક અપડેટ આવી છે, આ અપડેટ બાદ હવે યૂજર્સ વોટ્સ અપ પર એકબીજાને ફાઇલ્સ મોકલી શકે છે. એટલે કે હવે પીડીએફમાં બનાવેલ જરૂરી ડોક્યુમેંટ્સ મોકલવા માટે ફક્ત ઇમેલનો સહારો લેવાની જરૂરિયાત નથી.

વોટ્સ અપના v2.12.453 વર્જન અપડેટ બાદ હવે ડોક્યૂમેંટ્સ શેર કરવા માટે ઉપર એટેચમેન્ટ્સ પર ક્લિક કરવું પડશે જ્યાં પેપર ક્લિપ આઇકોન દેખાશે. પહેલાં ત્યાં વીડિયો શેરીંગનું આઇકોન હતું જેને હવે દૂર કરીને ડોક્યૂમેન્ટ્સનું આઇકોન એડ કરવામાં આવ્યું છે.

નવા ફિચર્સના માધ્યમથી હાલમાં ફક્ત pdf ફાઇલ્સ મોકલી શકાય છે, પરંતુ આગામી દિવસોમાં વર્ડ ફાઇલ્સ સપોર્ટ પણ આપવામાં આવશે.

તમને જણાવી દઇએ કે ફાઇલ સેંડ કરવા માટે રિસીવર અને સેંડર બંનેનું વોટ્સ અપ અપડેટ હોવું જરૂરી છે. નવા અપટેડને ગૂગલ પ્લે સ્ટોરના માધ્યમથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમે ઇચ્છતા હોવ તો કંપનીની આધિકારિક વેબસાઇટથી પણ ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત આ અપડેટમાં કેટલા નવા ફિચર્સ જોડાયેલા છે.

લેટેસ્ટ વર્જન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. 

You might also like