મુંબઇ : કલર્સની સુપરહિટ ટીવી સીરિયલ નાગિન-2નાં આગામી એપિસોડમાં દર્શકોને એક નવો ટ્વિસ્ટ જોવા મળી શકે છે. જી હા સીરિયલ નિર્માત્રી એકતા કપૂર એ વાતનો ખાસ ખ્યાલ રાખે છે કે દર્શકો પર પોતાની પકડ યથાવત્ત રહે અને ટીઆરપી જળવાઇ રહે. માટે તેણે વાર્તામાં આગામી સમયમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ લાવવાનો નિર્ણય કર્યો છે.
આગામી એપિસોડમાં દર્શકો જોશે કે શોનું હિટ પાત્ર શિવાંગીનું મોત થવાનું છે. તેને મારનાર વ્યક્તિ બીજુ કોઇ નહી પરંતુ રોકી એટલે કે કરનવીર બોહરા છે અને રૂત્વીક એટલે કે અર્જુન બિજલાની છે. જો કે આ વાતને હજી સુધી સસ્પેન્સ રાખવામાં આવી છે કે શિવાંગીનું પાત્ર પુરૂ થઇ જશે કે કેમ. હવે શોનો આ ટ્રેક પુરો થવાનો છે, માટે મેકર્સે આ ચોંકવાનારો ટ્રેક શોમાં જોડ્યો છે. હવે જોવાનું રસપ્રદ છે કે આગામી સમયમાં એકતા ફરીથી જ્યારે આ સિઝનની ત્રીજી સીજન લોન્ચ કરશે ત્યારે તે વધારે એક ટ્વિસ્ટ લઇને આવશે.