જોઈ ન શકતા લોકો માટે ટચસ્ક્રીન ટેબ્લેટ પણ અાવશે

સ્વિટ્ઝર્લેન્ડ લોઝાનમાં અાવેલી ઈકોલ પોલીટેકનીક ફેડરલ નામની રિસર્ચ સંસ્થાએ જોઈ ન શકતા લોકો અાસાનીથી વાપરી શકે તેવી ટચસ્ક્રિન બનાવવામાં સફળતા મેળવી છે. અા અનોખું ટચસ્ક્રિન ટેબલેટ ફટાફટ અવનવા અાકાર અને નક્શા તૈયાર કરે છે. જેને સ્પર્શીને જોઈ ન શકતા લોકો બ્રેઈનલિપીની જેમ જ માહિતી મેળવી શકે છે. તેનાથી વિદ્યાર્થીઓને ગણિત અને ભુમિતી જેવા વિષય શીખવામાં પણ મદદ મળે છે. જોઈ ન શકતી વ્યક્તિ કોઈ અજાણી જગ્યાએ ફસાઈ જાય તો અા ટેબલેટથી સ્પર્શી શકાય તેવો નક્શો મેળવીને પોતાનો રસ્તો જાતે શોધી શકે છે.
http://sambhaavnews.com/

You might also like