બે દેશનાં અેરપોર્ટને જોડતો ચાલીને જઈ શકાય એવો અોવરબ્રિજ ખૂલ્યો

વોશિંગ્ટન: અમેરિકા અને મેક્સિકોની સરહદો દુનિયાની સૌથી વધુ સિક્યોરિટીવાળી ગણાય છે જે એકમાત્ર એવી ઇન્ટરનેશનલ સરહદ છે જ્યાં એરપોર્ટ બંને દેશમાં ફેલાયેલું છે. અા અેરપોર્ટ પર ગઈ કાલથી વિમાનોની અવરજવર શરૂ થઈ હતી. શિકાગોના અબજોપતિ અને કેટલાક ઇન્વેસ્ટરોઅે મળીને સાન ડિઅેગોમાં એક અેરપોર્ટનું નિર્માણ કર્યું છે. એમાં લાગેલો એક પુલ સરહદની કાંટાળી વાડ પાર કરીને મેક્સિકોના તિજુઅાના સિટીના દાયકાઅો જૂના એરપોર્ટ સુધી જાય છે. એ અેરપોર્ટ પર પહોંચવા માટે યાત્રી ૧૮ ડોલરની ફી ચૂકવીને ૧૧૯ મીટરનો અોવરબ્રિજ વાપરી શકે છે.

You might also like