2022 સુધીમાં મળી શકે છે 50 mbps સ્પીડ વાળુ ઈન્ટરનેટ, સરકારે બનાવી યોજના

મોદી સરકાર ડિજિટલ ઈન્ડિયા ના અંતર્ગત એક મોટુ પગલું ઉઠાવવા જઈ રહી છે. સરકારે 2022 સુધીમાં દેશના દરેક નાગરિકને 50 mbps ની સ્પીડથી હાઈસ્પીડ ઈન્ટરનેટ આપવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. જેના માટે સરકાર ડિજિટલ કમ્યુનિકેશનમાં લગભગ 100 અરબ ડોલર (6.6 લાખ કરોડ રૂપીયા) નું રોકાણ કરશે અને 2022 સુધીમાં 50% ઘરો સુધીમાં બ્રોડબેન્ડ પહોંચાડવાનો પ્રયાસ કરશે. જ્યારે આ યોજના અંતર્ગત લગભગ 40 લાખ લોકોને રોજગાર મળશે. આ પ્રોજેક્ટને ‘ નેશનલ ડિજિટલ કમ્યુનિકેશન પોલીસી 2018’ નામ આપવામાં આવ્યુ છે.

ટેલિકોમ સેક્ટર 7.8 લાખ કરોડ રૂપિયાના મોટા દેવામાં ડુબેલુ છે જેને પહોંચીવળવા માટે લાયસન્સ ફી, સ્પેક્ટ્રમ યુઝેસ ચાર્જ અને યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડમાં કંપનીઓના યોગદાનની સમીક્ષા થવી જોઈએ. સાથે જ સસ્તી ઈન્ટરનેટ સેવા આપવા માટે સૈટેલાઈટ કમ્યુનિકેશન પોલિસીમાં પણ સંશોધન કરવામાં આવે છે, હેરાન કરવાવાળી વાતતો એ છે કે દેશના GDP માં ટેલીકોમ સેક્ટરનું યોગદાન ખાલી 6% છે જેને 8 % સુધી કરવાનું લક્ષ્ય છે.

નેશનલ ડિજિટલ કમ્યુનિકેશન પોલિસી 2018 ની મુખ્ય વાતો

2022 સુધી એક કરોડ વાઈ-ફાઈ હોસ્પીટલ લગાવવામાં આવશે.
50% ઘરો સુધી ફિક્સ્ડ લાઈન બ્રોડબેન્ડ પહોચાડવામાં આવશે
દરેક ગ્રામ પંચાયતોમાં 2020 સુધી 1 GB, 2022 સુધી 10 GB સ્પીડવાળુ બ્રોડબેન્ડ કનેક્શન
દરેક નિવાસ, ઓફિસ અને કોમર્શિયલ પરિસરોમાં ટેલિકોમ ઉપકરણ અને કેબલ લગાવવો જરૂરી હોશે.
ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે 500 કરોડ ડિવાઈસ જોડાશે.
ડિજિટલ કોમ્યુનિકેશનમાં 6.6 લાખ કરોડ રૂપીયાનું રોકાણ કરવામાં આવશે.
ડિજિટલ કોમ્યુનિકેશનમાં ઈનોવેશનને આગળ વધારવાવાળા સ્ટાર્ટઅપ સ્થાપિત કરવામાં આવશે.

You might also like