આ નવી ટેક્નોલોજીને કારણે હવે કોઈ તમારી ગાડી નહિ ચોરી શકે, જાણો વધુ

નવી દિલ્લી: ડેલ્ટા આઈડી નામની કંપનીએ એક નવી ટેક્નોલોજી રજૂ કરી છે. તેના દ્વારા કારની અંદર બેઠતા જ ડ્રાઇવરની ઓળખ સુનિશ્ચિત થઈ શકશે. કંપનીએ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં આ ટેક્નોલોજી રજૂ કરી છે.

ડેલ્ટા આઈડીએ જેનટેક્સ કોર્પોરેશન સાથે હાથ મિલાવીને આ ટેક્નોલોજી લાવવાનો નિર્યણ કર્યો છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ગાડીના રિયરવ્યૂ મિરર સાથે કરવામાં આવશે. ગાડીમાં બેઠા બાદ ડ્રાઇવર એમાં જોશે અને તેની આઈરિસ જે આંખનો એક ભાગ છે તેના દ્વારા તેની ઓળખ થશે.

વધી રહેલા અપરાધોના યુગમાં આ ટેક્નોલોજી તમારી ગાડી ચોરી થવાથી બચાવશે. તેને પગલે માત્ર ઓથોરાઇઝ્ડ ડ્રાઇવર જ ગાડી ચલાવી શકશે.
આ સુરક્ષા ટેક્નોલોજીનો ઉપયોગ કેબ સર્વિસમાં પણ મદદગાર સાબિત થશે. એની મદદથી ડ્રાઇવરની યોગ્ય ઓળખ થઈ શકશે અને તે પણ કોઈ ગરબડ કરતા અચકાશે.

You might also like