લોકસભામાં આવકવેરા સુધારા ખરડો પાસ, જાણો બિનજાહેર આવક પર કેટલો લાગશે ટેક્સ

નવી દિલ્હી: નાણાંમંત્રી અરુણ જેટલીએ સોમવારે લોકસભામાં આવકવેરા સુધારા ખરડો રજૂ કર્યો છે. આ આવકવેરા બિલમાં સરકારે બિનજાહેર આવક પર ટેક્સ, સેસ અને સરચાર્જ લગાવવાનો પ્રસ્તાવ કર્યો છે. જાણો આગળ આ બિલના મહત્વના પ્રસ્તાવ…

1. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ટેક્સનો પ્રસ્તાવ

2. બિનજાહેર આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

3. બિનજાહેર આવક પર 10 ટકા પેનલ્ટી લાગશે.

4. 30 ટેક્સ અને 10 ટકા દંડ મળીને બિનજાહેર આવક પર કુલ 40 ટકા ટેક્સ લાગશે. ટેક્સનો 33 ટકા સરચાર્જ તરીકે અલગથી વસૂલાત કરવામાં આવશે.

5. આ સરચાર્જને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના સેસ નામ આપવામાં આવ્યું છે.

6. બિનજાહેર આવકની જાહેરાત કરનાર લોકોને આવકનો 25 ટકા રકમ જમા કરવી પડશે.

7. જો ઇન્કમટેક્સ વિભાગને નોટબંધી બાદ બિનજાહેર આવક મળે છે તો 75 ટકા ટેક્સ અને 10 ટકા પેનલ્ટીની જોગવાઇ રાખવામાં આવી છે. એટલે કે પોતે જાહેર ન કરનાર લોકોના પકડાઇ જવા પર બિનજાહેર આવક કુલ 85 ટકા ટેક્સ આપવો પડશે.

કાળાનાણાં વાળાને એક વધારે ચાન્સ
હકીકતમાં નાણાંમંત્રી અરુણ જેટલીએ સોમવારે ભારે હંગામાની વચ્ચે લોકસભામાં આવકવેરા સુધારા ખરડો પાસ કરી દીધો. આ કાયદો 8 નવેમ્બરની રાતે થયેલા નોટબંધીની જાહેરાત બાદ થયેલા લેણદેણ પર લાગૂ પડશે. .જાણકારોનું માનીએ તો આ સંશોધને કાળાંનાણાં રાખનારને એખ વધારે ચાન્સ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બિલને મની બિલ તરીકે રજૂ કરવામાં આવશે, જેનાથી રાજ્યસભામાં બિલને પાસ થવામાં કોઇ સમસ્યા થશે નહીં. બિલમાં એક મહત્વની વાત છે જેના મુતાબિક બિનજાહેર આવક જમા કરાવનાર લોકોનું નામ જાહેર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત 30 ડિસેમ્બર સુધી ગરીબ કલ્યાણ યોજનાને બંધ કરવાની પણ યોજના છે.

નોંધનીય છે કે હાલમાં ચેક્સ કાનૂનમાં આવી કડક જોગવાઇ નથી. જે નોટબંધીની પરિપક્વતા 30 ડિસેમ્બરે ખતમ થઇ ગયા બાદ કાળાનાણાં વાળા લોકો પર કડક કાર્યવાહીની અનુમતિ આપે છે. પરંતુ તે બંધારણીય સુધારા બિલ નથી, તેથી તે સ્વયંભૂ રીતે લોકસભામાં પસાર કરવામાં આવશે.

home

You might also like