ફરિયાદો વધતાં ખાદ્યતેલ માટે નવો માપદંડ તૈયાર કરાયો

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી બજારમાં મળતા વિવિધ ખાદ્યતેલમાં ગુણવત્તા નહિ જળવાતી હોવાની ફરિયાદ વધી રહી છે ત્યારે આવી ફરિયાદનો નિકાલ લાવવા તેમજ ગુણવત્તા સુધારવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથો‌િરટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) તરફથી નવો માપદંડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે સંબંધિત લોકો પાસેથી ૧૫ એપ્રિલ સુધીમાં સૂચન મંગાવવામાં આવ્યાં છે.

ઓઈલ અને ચરબીને લગતા માપદંડને લઈ ખાદ્ય નિર્માતાઓ દ્વારા ઊભા કરવામાં આવેલા સવાલ બાદ સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કામ કરતા દેશના ઉચ્ચ ખાદ્ય નિયામક એફએસએસએઆઈ દ્વારા આ અંગે ગંભીરતાથી પગલાં લેવા નિર્ણય લેવાયો છે. તે મુજબ હવે ખાદ્યતેલ માટે નવાે માપદંડ બનાવવામાં આવશે.

આ માટે હવે ટૂંક સમયમાં જ નવાે માપદંડ લાગુ કરી દેવામાં આવશે. આ માટે રેસ્ટોરાં અથવા હોટલમાં જે ચીજો તેલમાં બનાવવામાં આ‍વે છે તેમાં તેલમાં કેટલી માત્રામાં ચરબી અને એસિડ કે પેરાક્સાઈટ હોય છે તેની કોઈને જાણકારી હોતી નથી. તેથી આવી ચીજો બનાવતી વખતે આ બાબતોની જાણકારી રાખવામાં આવે તેવો આગ્રહ રાખવામાં ‍આવશે.

ભારતમાં આવી વ્યવસ્થા થઈ શકી નથી. તેથી તેલમાં ખાસ કરીને પામોલીન તેલમાં આવી માત્રા કેટલીક વાર ઘાતક કક્ષાએ પહોંચી જાય છે. તેથી તેને અટકાવવા ઉપરાંત વનસ્પતિ તેલમાં એસિડની માત્રાને લઈ રહેલી આશંકાને દૂર કરતાં જણાવાયું છે કે તેની માત્રા ૦.૫ એનટીએમ છે જ્યારે ઉપયોગમાં લેવાતા તેલ અને નિર્મિત ખાદ્યપદાર્થમાં તેની માત્રા ૧૦.૫ સુધી જણાઈ છે. તેથી આવી માત્રા નક્કી કરાશે. આ ઉપરાંત પણ અન્ય કેટલીક બાબતોમાં ખાસ માપદંડ નક્કી કરવામાં ‍આવશે.

You might also like