ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ સુવિધા આપીશુંઃ રાઠોડ

નવી દિલ્હીઃ નવા નિમાયેલા રમતગમત પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું કે બધા ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ભારતને મજબૂત રમત રાષ્ટ્ર બનાવી શકાય. ૨૦૦૪ના એથેન્સ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ૪૬ વર્ષીય રાજ્યવર્ધન રાઠોડને વિજય ગોયલના સ્થાને રમતગમત પ્રધાન બનાવવામાં આવ્યા છે. રમતજગતને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. રાઠોડે કહ્યું, ”ગામડાં અને ઓલિમ્પિક સ્તર સહિત બધી જગ્યાએ મેડલ જીતવાના છે. રમત એક રાજ્ય વિષય છે. તેથી અમે રાજ્યના વિભાગો સાથે કામ કરીશું. ખેલાડીઓ માટે રમતની સુવિધાઓના સ્તરને વધારવું એક પડકાર છે.” સિડનીમાં ૨૦૦૩ વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારા રાઠોડે કહ્યું, ”દેશનું ભવિષ્ય યુવાઓ માટે રમત મંત્રાલય અને રાજ્ય યોગ્ય તક પૂરી પાડશે, જેથી તેઓ ખુદને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવી શકે.”

You might also like