સાઉદી અરબ ઇચ્છે છે ઓછી જ રહે ઓઇલની કિંમત

રિયાદ: આ વર્ષે જાન્યુઆરીમાં કાચા તેલની કિંમત છેલ્લા એક દાયકાની સરખામણીમાં સૌથી કમજોર સ્તર પર હતાં. પરંતુ સાઉદી અરબના નવા તેલ મંત્રી બનેલા ખાદિલ અલ ફ્લેહ આ ચિંતાઓમાં હતાં. દાવોસમાં ઓઇલ એક્સિક્યૂટિવ, બેંકર્સ અને પોલિસી મેકરને સંબોધિત કરતાં તત્કાલીન સ્વાસ્થય મંત્રીએ કહ્યું હતું કે દુનિયાનું સૌથી મોટું તેલનું ઉત્પાદન દેશને તેલની કિંમતોના 30 ડોલર પ્રતિ બેરલ રહેવાનો ફાયદો થશે. બે દાયકાથી વધારે સમય સુધી સાઉદી કિંગડમના તેલ મંત્રી અલી અલ નઇમની સ્થાન પર ખાલિદ અલ ફલેહને કમાન સોંપવામાં આવી છે.

ફલેહનું કહેવું છે કે કાચા તેલની કિંમત નબળી રહેવાથી સાઉદી અરબને પોતાની ઇકોનોમીને રિસ્ટ્રક્ટર કરવા માટે સરળતા રહેશે. આ ઉપરાંત સાઉદી અરબ નાની અને અધિક કેબિનેટનું ગઠન કરી શકશે. આ ઉપરાંત નજીકના સેક્ટર માટે પણ દરવાજા ખૂલી શકશે. સાઉદી અરબનો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે કે તેલની કિંમત પર સંતુલન જળવાઇ રહે. પરંતુ આવી સ્થિતિ ન હોવાના કારણે તે તેલનું ઓછું ઉત્પાદન કરવાની કોશિશ કરે છે. ક્યાં તો વધારો કરવાની કોશિશ કરે છે.

પરંતુ આ વખતે પરિસ્થિતિઓ બદલાયેલી હોય છે. કેટલાક દશકોમાં આ પહેલો મોકો છે, જ્યારે ઉત્પાદનમાં કાપ મૂકવો સાઉદી અરબના એજન્ડામાં નથી. વૈશ્વિક કિંમતોમાં ચાલી રહેલા નબળાઇ પર કાબૂ મેળવવા માટે સાઉદી અરબ ઉત્પાદનમાં કાપ મૂકવાના મૂડમાં નથી, પરંતુ તે તેને યથાવત રાખી અમેરિકાના મોંઘા ઓઇલને માત આપવા માંગે છે.

આ પ્રકારે આ પહેલો અવસર છે કે જ્યારે શાહી પરિવારથી અલગ ડેપ્યુટી ક્રાઉન પ્રિન્સ મોહમમ્દ બિન સલમાનને સાઉદી અરબની ઓઇલ કંપનીઓની નિતીઓની જવબદારી સોંપવામાં આવી છે.

You might also like