ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં ફોર્મ ભરવાની જગ્યાએ આવ્યા નવા નિયમો

કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની જટિલતાને પૂર્ણ કરવા જઇ રહી છે. મોટર વાહન અધિનિયમમાં ફેરફાર કરવા જઇ રહી છે. નવો કાયદો લર્નિગ ડ્રાઇવિંગ લાયસન્સ, નવું ડ્રાઇવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ નવીનીકરણ વગેરેથી લોકોને અલગ અલગ ફોર્મ ભરવા પરની ઝંઝટથી છુટકારો મેળવી શકશે.

તો , અરજદારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આધાર કાર્ડ આપવું પડશે. એનાથી દેશભરમાં ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા પર અંકુશ લાગશે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે વર્તમાનમાં રાજ્યોના ક્ષેત્રીય પરિવહન કાર્યાલયોમાં લર્નિગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં આવે છે.

એક નિશ્વિત સમય બાદ સ્થાયી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારે નવું ફોર્મ ભરવું પડે છે. એમણે જણાવ્યું કે મોટર વાહન અધિનિયમ 1989માં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

નવા કાયદામાં અધિનિયમના રુલ્સ 10,14 (1), 17 (1) અને 18 ને પૂર્ણ કરી દેવામાં આવશે.

એની જગ્યાએ નવું ફોર્મ 2 લાગૂ પડશે. ઉપરના તમામ કાર્યો માટે અરજદારે માત્ર ફોર્મ 2 જ ભરવું પડશે.

આ નવા ફોર્મમાં નવી કોલમો છે. એમાં અરજદારે પોતાનું આધારકાર્ડ નંબર, ઇમેલ અને મોબાઉલ નંબર લખવો પડશે.

પહેલી વખત ડ્રાઉવિંગ લાયસન્સ બનાવનાર વ્યક્તિ માટે રસ્તા પર મૃત્યુ થવા પર અંગદાન કરવાની જાહેરાત કરવાનો વિકલ્પ હશે. આ કોલમમાં હા અથવા ના નો વિકલ્પ હશે. હાલમાં આ વ્યવસ્થા નથી.

તેમણે જણાવ્યું કે મંત્રાલયના સંબંધિત પક્ષો પાસેથી સૂચનો અને ફરિયાદ માટે ડ્રાફ્ટ સંબંધી અધિસૂચના રજૂ કરી દીધી છે. એના હેઠળ નવો કાયદો લાગૂ કરી દેવાશે.

રસ્તા પરિવહન મંત્રી નીતિન ગડકરી સાર્વજનિક સભામાં ઘણી વખત કહી ચૂક્યા છે ક્ષએત્રીય પરિવહન કાર્યાલયોમાં ગોટાલાને કારણે દેશમાં 30 ટકા નકલી ડ્રાઇવિંગ લાયસન્સનો ઉપયોગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દેશભરના આરટીઓને કોમ્પ્યૂટર દ્વારા ઓનલાઇન જોડી રહી છે. ડ્રાઇવિંગ લાયસન્સથી જોડાયેલા તમામ દસ્તાવેજ મોબાઇલ એપ્લીકેશન પર ઉપલબ્ધ છે.

You might also like