નવા રાણીપ પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા જ નથી!

અમદાવાદ ઃ રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને આદેશ કર્યો છે, છતાં કેટલાંક પોલીસ સ્ટેશનોમાં હજુ સુધી સીસીટીવી કેમેરા લગાવાયા નથી. કરોડો રૂપિયાના ખર્ચે રાણીપ ગામમાં નવું રાણીપ પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ આ નવા પોલીસ સ્ટેશનમાં હજુ સુધી સીસીટીવી કેમેરા જ લગાવવામાં આવ્યા નથી. આ અંગે એસીપી અર્પિતા પટેલે જણાવ્યું હતું કે, “હાલમાં જ નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ સીસીટીવી કેમેરા પોલીસ સ્ટેશનમાં લગાવી દેવામાં આવશે.”

You might also like