વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે છે. તે હેઠળ હોટલની સ્થાપનાથી લઇને અત્યાર સુધી અહીંથી ગ્રાહકોએ ચોરેલો સામાન પરત કરવાની ઓફર કરાઇ છે. તેના બદલામાં તેમને કોઇ પણ સવાલ નહીં કરાય અને દંડ પણ નહીં વસૂલાય. સૌથી કીમતી સામાન પરત કરનાર વ્યક્તિને હોટલના પ્રેસિડન્ટ સૂટમાં મફતમાં રહેવાનો મોકો અપાશે. તેનું એક દિવસનું ભાડું છે દોઢ લાખ રૂપિયા.

હોટલના મેનેજર જોન ચેમ્બર્સના જણાવ્યા મુજબ ગયા ૧૨૫ વર્ષમાં હોટલમાં લાખો લોકો ગેસ્ટ તરીકે આવ્યા છે. ઘણાને હોટલની સર્વિસ ગમી તો કેટલાકને અહીંનો સામાન. તેથી જે લોકો અહીંથી સામાન લઇ ગયા તેને અમે તે પરત કરવાનો મોકો આપી રહ્યા છે. આ કારણે અમને તમામ જૂના લોકોને મળવાનો મોકો મળશે, જેમણે ક્યારેક અમારી સાથે સમય વીતાવ્યો હતો.

ચેમ્બર્સના જણાવ્યા મુજબ હોટલ કોન્ટેસ્ટ જીતનાર ગ્રાહક અને તેના પરિવાર માટે પ્રેસિડેન્શિયલ સૂટમાં પણ સારી સુવિધાઓ હશે. તેમાં સ્પા ટ્રીટમેન્ટથી લઇને રેસ્ટોરાંના એક્ઝિક્યુટિવ સેફના જમવા માટે પુલ ટેબલ પ્રાઇવેટ ડીનર પણ સામેલ છે. એક અઠવાડિયાના આ પેકેજની વેલ્યૂ ૧૦ લાખ રૂપિયા છે. મતલબ કે એક દિવસના ૧.૪૨ લાખ રૂપિયા. મેનેજરના જણાવ્યા મુજબ કોન્ટેસ્ટ શરૂ થયા બાદ સામાન પરત આપવા આવનાર લોકોની હોડ લાગી છે.

કેટલાક લોકોએ ગ્લાસ અને ચમચી, તો કેટલાકે પ્લેટ અને બાથરૂમનો સામાન પાછો કર્યો છે. અત્યાર સુધી જે સૌથી કીમતી વસ્તુ પરત આવી તે એક ટેબલ હતું. એક વ્યક્તિ જૂનું સ્ટેચ્યુ પરત કરવા પણ આવી. મેનેજરને વિશ્વાસ છે કે હજુ ઘણી વસ્તુ પરત આવી શકે છે. કોન્ટેસ્ટ મુજબ ગ્રાહક હોટલના ૧૨૫ વર્ષના ઇતિહાસમાં કોઇ પણ સમયે ચોરેલી વસ્તુ પરત આપી શકે છે. આ કોન્ટેસ્ટ જુલાઇ મહિના સુધી ચાલશે.

You might also like