વૈજ્ઞાનિકોએ શોધ્યું શરીરમાં છુપાયેલું ગુપ્ત અંગ

માનવ શરીરમાં એક નવા અંગ માટે જાણકારી મળી છે. આ અંગને મેસન્ટેરી નામ આપવામાં આવ્યું છે. આ નવું અંગ આપણા પાચન તંત્રમાં સ્થિત છે.આ અંગની સ્થિતિ અને આકાર વિશે જાણકારી તો મળી ગઇ છે, પરંતુ શરીરમાં એની ભૂમિકા શું છે એ હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી.

આ પહેલા આ અગંને ઇન્ટસ્ટાઇન અને એબ્ડોનને જોડનારું સ્ટ્રક્ચર જ માનવામાં આવતું હતું. પરંતુ આ સંશોધનથી એ વાતની પુષ્ટિ થઇ ગઇ છે કે આ એક અલગ જ અંગ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ અંગની ખબહ પડ્યા બાદ પાચન તંત્રથી જોડાયેલી બીમારીઓ અને ઇલાજ અને બીજી ચીજોને સમજવામાં સરળતાં પડશે.

યૂનિવર્સિટી હોસ્પિટલ લિમરિકના શોધકર્તા જે.કેલ્વિન કોફીએ સૌથી પહેલા આ અંગની શોધ કરી છે અને એને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. આ શોધને ધ લાન્સેટમાં પ્રકાશિત કરવામાં આવી છે.

હૃદય, મગજ, લિવર, ફેફસાં અને કિડની શરીરના મહત્વના અંગ છે પરંતુ એની સાથે શરીરમાં 74 બીજા અંગ પણ છે જે આપણી શારીરિક પ્રક્રિયાને નિયમિત બનાવી રાખે છે અને આપણને સ્વસ્થ રાખે છે.

You might also like