નોટબંધીથી પરેશાન લોકો માટે ખુશખબરી, જાણો રિઝર્વ બેંકના 6 નવા નિર્ણયો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે 8 નવેમ્બર, 2016એ દેશમાં 500 અને 1000ની જુની નોટને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદથી જ લોકો પૈસાની અછતથી પરેશાન છે. સામાન્ય માણસની પરેશાનીને જોતા સરકાર રોજિંદી રીતે નવા નિર્ણયો લઇ રહ્યું છે અને જુના નિર્ણયોને બદલી રહી છે.
સરકાર અને રિઝર્વ બેંક લોકોની સગવડ માટે કેટલાય નવા નિર્ણયો લીધા છે. જેમ કે લગ્ન માટે હવે અઢી લાખ રૂપિયા કેશ ઉપાડી શકાય છે.

1. લગ્નવાળા ઘર માટે ખુશખબરી
સોમવારે આરબીઆઇએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે લગ્ન હોય તે ઘરને અઢી લાખ રૂપિયા સુધી ઉપાડવાની છુટ અપાશે. પહેલા સરકારે આ વાતની જાહેરાત કરી ચુકી છે. જો કે બેંકો પાસે તેનો આદેશ નહોતો પહોચ્યો. જેના કારણે લોકોને થોડી તકલીફ થઇ હતી પરંતુ હવે લગ્ન હોય તેવો પરિવાર બેંકમાંથી અઢી લાખ રૂપિયા ઉપાડી શકશે.

2. જુની 500ની નોટથી ખરીદી શકાશે બિયારણ
સરકારે ખાનગી અને જાહેર ઉપક્રમ કેન્દ્ર પાસેથી ખોડૂતોને બિયારણ ખરીદવા માટે પહેલ કરી છે. ખેડૂત 500ની જુની નોટથી પણ બિયારણ ખરીદી શકશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

3. નકલી નથી 10નાં સિક્કા
રિઝર્વ બેંક દ્વારા 10 રૂપિયાનાં નકલી સિક્કા મુદ્દે ચાલી રહેલી અફવાઓ પર ધ્યાન નહી આપવા માટે અપીલ કરી છે. સાથે સાથે 10નાં સિક્કા પર રૂપિયાનું નિશાન હોય કે ન હોય તમામ સિક્કા ચલણી અને કાયદેસર હોવાનં જણાવ્યું હતું.

4. એટીએમની નવી વ્યવસ્થા
જે એટીએમમાં 2000 રૂપિયાની નોટ ઉપલબ્ધ હોય તેવા એટીએમમાંથી ગ્રાહક 2500 રૂપિયા સુધી ઉપાડી શકે છે. બીજી તરફ જે એટીએમમાં માત્ર 100 અને 50ની નોટ હોય તેમાંથી 2 હજાર પ્રતિદિન ઉપાડી શકાય છે.

5. વેપારીઓને સગવડ
કરન્ટ એખાઉન્ટ હોય તેવા ખાતામાં વરડ્રાફ્ટ અને કેશ ક્રેડિક એકાઉન્ટ દ્વારાવેપારી 50 હજાર રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકે છે.

6. નાના લેણીયાતોને ઇએમઆઇ આપવામાં છુટ
રિઝર્વ બેંકે દેશમાં નાના લેણદારોને 1 નવેમ્બર, 2016 અને 1 ડિસેમ્બર, 2016 સુધીમાં આપવાના હપ્તા માટે 60 વધારાના દિવસો સુધી છુટ અપાઇ છે. આ છુટ બેંકો દ્વારા એક કરોડથી ઓછાની લોન પર જ મળશે.

You might also like