અમેરિકાના નવા ફોર્મ્યૂલા પછી NSGમાં ભારત હશે પણ પાકિસ્તાન નહિ હોય

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના મીડિયામાં હાલમાં અમેરિકામાં ન્યૂક્લિયર સપ્લાય ગ્રૂપ એટલે કે એન.એસ.જીના નવા મેમ્બરની એન્ટ્રીને લઈને તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટને લઈને ખાસ્સી ચર્ચા ચાલી છે. આ ડ્રાફ્ટને એનએસજીના પૂર્વ ચેરમેન રાફેલ મેરિયાનોએ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટને માત્ર ડ્રાફ્ટ માનવામાં નથી આવી રહ્યો, પરંતુ પાક મીડિયા આને એનએસજીમાં ભારતની એન્ટ્રી માટે તૈયાર કરવામાં આવેલા અમેરિકન ફોર્મ્યુલાની જેમ જુએ છે.

પાકિસ્તાના અખબાર ડોન તરફથી આ વિશે ખાસ માહિતી આપવામાં આવી છે. આ નવા ડ્રાફ્ટથી ભારતને તો એનએસજીમાં શામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. પંરતુ પાકિસ્તાનને એમાંથી બાકાત રાખવાની વાત કરી છે. અમેરિકાના આર્મ્સ કંટ્રોલ એસોશિએશન તરફથી આ માહિતી આપવામાં આવી છે. પરંતુ સાથે જ એસીએએ ચેતવણી પણ આપી છે કે નવા દેશોને એનએસજીમાં શામેલ કરવા માટેના નિયમોમાં ઢીલ મૂકવાથી પરમાણુ અપ્રસારને નુકસાન પહોંચી શકે છે.

હકીકતમાં મૈરિયાનોએ એક પ્રસ્તાવમાં હેઢળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે એનપીટીમાં પાકિસ્તાનમાં શામેલ થવાના માર્ગમાં ભારત અવરોધ ન બને. આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે ભારત જેવા નોન-એનટીપી સભ્ય આ વાત પર સહમત થઈ શકે છે અને બીજા નોન-એનટીપી દેશોના માર્ગમાં અવરોધ નહિ બને.

You might also like