વોશિંગ મશીનમાં ધોઇ 500 રૂપિયાની નોટ : જ્યારે જોઇ તો ઉડી ગયા હોંશ

નવી દિલ્હી : નોટબંધી બાદ નવી નોટોના મુદ્દે રોજ એકાદી વાત સામે આવે છે. શરૂઆતથી જ લોકો નોટોની ક્વોલિટી મુદ્દે સવાલ ઉઠાવતા રહ્યા છે. ગુરૂવારે એક યુઝકે 500 રૂપિયાની નવી નોટોની તસ્વીર ફોટો ટ્વિટર પર શેર કરી છે. જેમાં દાવો કર્યો કે વોશિંગ મશીનમાં ધોયા બાદ આ નોટનો રંગ જતો રહ્યો છે.

યુઝરે દાવો કર્યો છે કે, 500 રૂપિયાની નોટ પર છપાયેલુ બધુ જ ભુંસાઇ ગયં હતું જ્યારે 100 અને 50ની નોટનો રંગ નહોતો ગયો. ટ્વિટર યૂઝર ટ્વિટર રવિ હાંડાએ લખ્યું કે, 500 રૂપિયાની નવી નોટ વોશિંગ મશિનમાં એકવાર ધોવાથી જ આવી થઇ ગઇ હતી. તે એક વખતમાં પણ બચી શકી નહોતી.

રવિના અનુસાર ભુલથી નોટ તેનાં ખીચ્ચામાં રહી ગઇ હતી. વોશિંગ મશીનમાં ધોવાઇ ગઇ હતી. જ્યારે તેણે જોયુ તો તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેને 500 રૂપિયાનું નુકસાન થયું હતું. તેની 500ની નોટ ધોવાઇ ગઇ હતી.

You might also like